Saturday, 10/05/2025
Dark Mode

રાજ્યો વચ્ચે સંકલનનો અભાવ…ગરબાડાના શેલ્ટરહોમમાંથી વતન જવા રવાના થયેલા 100 થી વધુ શ્રમિકોને આંતરરાજ્ય ચેકપોસ્ટથી પરત મોકલાયા

રાજ્યો વચ્ચે સંકલનનો અભાવ…ગરબાડાના શેલ્ટરહોમમાંથી વતન જવા રવાના થયેલા 100 થી વધુ શ્રમિકોને આંતરરાજ્ય ચેકપોસ્ટથી પરત મોકલાયા

વિપુલ જોશી @ ગરબાડા 

ગરબાડા તા.02

પાંચવાડા અને ગાંગરડા સોલટર હાઉસના 100 થી વધુ પરપ્રાંતીઓ ને તંત્ર દ્વારા રવાના કરાયા પરંતુ ખંગેલા બોડર પછી તમામ ને પાછા મોકલવામાં આવ્યા
25 થી વધુ પરપ્રાંતીઓ ઘરે જવાની લ્હાયમાં બોર્ડર ઉપર જ રોકાઈ ગયા
લોકડાઉન બાદ ગરબાડાના ગાંગરડા અને પાંચવાડા ના સોલટર હાઉસમાં સૌથી વધુ પરપ્રાંતિયોને રાખવામાં આવ્યા હતા તેમજ તંત્ર દ્વારા તેઓની જીવન જરૂરિયાતની તમામ સગવડો પૂરી પાડવામાં આવી રહી હતી ગઈ કાલે તારીખ પહેલી ના રાત્રીના સાડા દસ વાગ્યાના અરસામાં તંત્ર દ્વારા બે લક્ઝરી બસ મારફતે આ તમામને તેમના વતન ઝાંસીથી આગળ મોટા ટાઉન હોય ત્યાં આગળ છોડવા માટે રવાના કરવામાં આવ્યા હતા પરંતુ મધ્ય પ્રદેશ સરકાર દ્વારા ખંગેલા બોર્ડર પર જ તમામને રોકી દેવામાં આવ્યા હતા જે પૈકી ૨૫ જેટલા લોકો ત્યાં બોર્ડર પર જ ઘરે જવા માટે રોકાઈ ગયા હતા.જેથી આખી રાત ઉજાગરા વેઠીને સ્થાનિક તંત્ર દ્વારા તમામ પર પ્રાંતિયોને પરત શેલ્ટરહોમમાં લાવવામાં આવ્યા હતા. હાલમાં ખંગેલા બોડર પર હજારોની સંખ્યામાં પરપ્રાંતીઓ વતનમાં જવા માટે પડાપડી કરી રહ્યા છે.

error: Content is protected !!