Thursday, 21/11/2024
Dark Mode

પ્રાથમિક શાળાઓમાં કડકડતી ઠંડીમાં કુમળી વયની બાળકીઓને કચરો વાળવાની પડાતી ફરજ,

પ્રાથમિક શાળાઓમાં કડકડતી ઠંડીમાં કુમળી વયની બાળકીઓને કચરો વાળવાની પડાતી ફરજ,

હિતેશ કલાલ @ સુખસર 

પ્રાથમિક શાળાઓમાં કડકડતી ઠંડીમાં કુમળી વયની બાળકીઓને કચરો વાળવાની પડાતી ફરજ,બાળકો પાસે કામ ન કરાવવાનો પરીપત્ર છતાં મનમાની કરતા આચાર્યો,શાળાની સાફ સફાઈ માટે અને શેતરંજી માટે ગ્રાન્ટ ફાળવાઇ છે છતાં શેતરંજી વગર બેસવાનો વારો.

સુખસર તા.02

ફતેપુરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં સાફ સફાઈ સ્વચ્છતા અભિયાન અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ૧૮ હજાર રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે છતાં હાલમાં કડકડતી ઠંડીમાં પણ નાની કુમળી વયની બાળકી ઓ પાસે કચરો વાળવાની ફરજ પડતી હોવાનું કેટલીક પ્રાથમિક શાળાઓમાં નજરે જોતાં જણાઈ આવ્યું હતું તેમજ હાલમાં હાડ થીજાવતી ઠંડી માં પણ  બાળકોને શેત્રંજી વગર બેસવાનો વારો આવ્યો છે બાળકો પાસે કામ ન કરવાનો પરિપત્ર હોવા છતાં આચાર્ય પોતાની મનમાની કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ફતેપુરા તાલુકા ની પ્રાથમિક શાળાઓમાં દર વર્ષે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સાફ સફાઈ માટે ગ્રાન્ટની ફાળવણી કરાઇ છે તેમજ સ્વચ્છતા ના સાધનો પણ આપવામાં આવે છે ઓરડાઓમાં બાળકોને બેસવા માટે શેતરંજી ની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ દાહોદ જિલ્લાની દરેક પ્રાથમિક શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે કોઈ પણ જાતની કામગીરી કરાવી નહીં તે બાબતનો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર પણ કરવામાં આવેલ છે છતાં કેટલીક શાળાના આચાર્યો પોતાની મનમાની કરી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે જ સાફ-સફાઈ કરાવતા હોવાનું જાણવા મળ્યું છે તેમજ કડકડતી ઠંડીમાં પણ વિદ્યાર્થીઓને વર્ગખંડોમાં શેતરંજી પાથર્યા વગર ઠંડા પથ્થરો પર બેસવાનો વારો આવી રહ્યો છે તેમજ કડકડતી ઠંડીમાં નાની કુમળી વયની બાળકીઓને શાળામાં કચરો વાળવાની ફરજ પાડવામાં આવતી હોવાનું નજરે જોતા જાણવા મળ્યું હતું. જેમાં સી.આર.સી. ઓ પણ શાળાઓમાં મોનિટરિંગ કરતા ન હોવાનું જણાઈ આવ્યું છે.

ફતેપુરા તાલુકામાં શિક્ષણ વિભાગ ની દેખરેખ કરી શકે તે માટે  સક્રિય અધિકારીઓ ન હોવાનું જાણવા મળ્યું છે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની પણ જગ્યા ખાલી છે ઝાલોદના અધિકારીને ચાર્જ આપવામાં આવ્યો છે તેમજ છેલ્લા કેટલાય વર્ષોથી બીટ અધિકારીઓ પણ નથી જેથી આચાર્યો પોતાની મનમાની મુજબ કામગીરી કરી રહ્યા છે. અને જેના કારણે કુમળી વયના બાળકોને ભોગ બનવું પડે છે.

error: Content is protected !!