Thursday, 21/11/2024
Dark Mode

માર્કેટયાર્ડમાં ગોડાઉનના અભાવે ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો કમોસમી માવઠામાં પલળતા ઈટોના ભઠ્ઠાના,અનાજના વેપારીઓ-ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન: વાતાવરણમાં ઠંડક પ્રસરી

માર્કેટયાર્ડમાં ગોડાઉનના અભાવે ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો કમોસમી માવઠામાં પલળતા ઈટોના ભઠ્ઠાના,અનાજના વેપારીઓ-ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન: વાતાવરણમાં ઠંડક પ્રસરી

હિતેશ કલાલ @ સુખસર 

સુખસર માર્કેટયાર્ડમાં ગોડાઉનના અભાવે ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો માવઠાથી પલળી ગયો,વહેલી સવારે માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ઈટોના ભઠ્ઠાના,અનાજના વેપારીઓ અને ખેડૂતો ને લાખોનું નુકશાન.

 સુખસર તા.01

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં રવિવારે વહેલી સવારે અચાનક પડેલા વરસાદના કારણે ચારેકોર પાણી પાણી થઇ ગયું હતું જ્યારે માર્કેટયાર્ડમાં ગોડાઉનો ના અભાવે બહાર ખુલ્લામાં પડી રહેલો અનાજનો જથ્થો પલળી જતા વેપારીઓને લાખોનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. વરસાદી માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

    દાહોદ જિલ્લાના ફતેપુરા સુખસર ધાનપુર ઝાલોદ લીમડી પંથકમાં રવિવારની વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં એકાએક વાતાવરણમાં પલટો થતા વરસાદી માવઠુ થયુ હતું સાંબેલાધાર વરસાદના કારણે ચારેકોર પાણી પાણી થઇ ગયું હતું જેના લીધે ઈંટના ભઠ્ઠા વાળા તથા ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું હતું તેમજ સુખસર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં બેસીને વેપાર કરતા અનાજના વેપારીઓને બહાર ખુલ્લામાં પડેલો અનાજ વરસાદથી પલળી ગયો હતો સુખસર માર્કેટયાર્ડમાં ગોડાઉનો ઓછા હોવાથી વેપારીઓનો માલ બહાર ખુલ્લામાં મૂકવાનો વારો આવ્યો હતો ડાંગરનો પાક પલળી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યું હતું.

 શેડ વગરના માર્કેટમાં બેસી વ્યાપાર કરતા વેપારીઓનો અનાજ વરસાદી માવઠામાં પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અંદાજ  

આ બાબત સુખસર માર્કેટયાર્ડના વેપારીઓ  સાથે વાતચીત કરતા તેઓએ જણાવેલ છે તમામ વેપારીઓને માર્કેટ માં બેસાડી દેવાયા છે પરંતુ માર્કેટમાં સુવિધાનો અભાવ છે વેપારીઓને બેસવા માટે સેડ નથી અનાજ મુકવા માટે શેડ નથી ખુલ્લામાં અનાજનો જથ્થો મૂકી રાખવો પડે છે વરસાદના કારણે અનાજ પલળી જતાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનું જણાવ્યું હતું.

error: Content is protected !!