Thursday, 21/11/2024
Dark Mode

ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે અલગ અલગ ઝાડ પર પતિ-પત્નીની લાશ લટકતી જોવા મળતા ચકચાર :હત્યા કે આત્મહત્યા ? ચર્ચાતો સવાલ, પોલીસ તપાસમાં જોતરાઇ

ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે અલગ અલગ ઝાડ પર પતિ-પત્નીની લાશ લટકતી જોવા મળતા ચકચાર :હત્યા કે આત્મહત્યા ? ચર્ચાતો સવાલ, પોલીસ તપાસમાં જોતરાઇ

   જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે અલગ અલગ ઝાડ પર પતિ-પત્નીની લાશ લટકતી જોવા મળતા ચકચાર :હત્યા કે આત્મહત્યા ? ચર્ચાતો સવાલ, પોલીસ તપાસમાં જોતરાઇ
  • બંને પતિ-પત્ની ઘરેથી દેવળે જવાનું કહી નીકળ્યા બાદ બંનેની લાશ અલગ અલગ ઝાડ પર લટકતી જોવા મળતા આશ્ચર્ય સર્જાયું 
  • બન્ને પતિ પત્નીના મૃતદેહ  એક-એક કિલોમીટર દૂર ઝાડ ઉપર લટકતા જોવા મળતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા
  • લીમડી પોલિસ ધટના સ્થળે પહોંચી બન્ને મૃતદેહો ને પીએમ અર્થે લીમડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દીધા 

દાહોદ તા.૦૭

ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે અલગ અલગ ઝાડ પર પતિ-પત્નીની લાશ લટકતી જોવા મળતા ચકચાર :હત્યા કે આત્મહત્યા ? ચર્ચાતો સવાલ, પોલીસ તપાસમાં જોતરાઇ

દાહોદ તા.૦૭

ઝાલોદ તાલુકાના ડુંગરી ગામની ચકચાર ઘટના સામે આવી છે જ્યાં ગામમાં અલગ અલગ ઝાડ ઉપર પતિ – પત્નિની લાશ લટકતી જાેવા મળતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને બંન્નેના મૃતદેહને નીચે ઉતારી નજીકના દવાખાને પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ પોલીસ હાથ ધરી રહી છે.

ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે અલગ અલગ ઝાડ પર પતિ-પત્નીની લાશ લટકતી જોવા મળતા ચકચાર :હત્યા કે આત્મહત્યા ? ચર્ચાતો સવાલ, પોલીસ તપાસમાં જોતરાઇ

મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે પતિ પત્નિની લાશ ઝાડ પર લટકતી જાેવા મળી છે. અહીં ચોંકાવનારી વાત એ છે કે, પતિની લાશ અન્ય ઝાડ પર અને પત્નિની લાશ બીજા અન્ય ઝાડ પરથી લટકતી મળી હતી. પરિવારજનો પાસેથી જાણવા મળ્યા અનુસાર, આ દંપતિ ઘરેથી દેવળે જવાનું કહી નીકળ્યાં હતાં. ઘટનાને પગલે ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યાં હતાં જ્યારે પરિવારમાં આક્રંદનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી જઈ પરિસ્થિતીનું નિરીક્ષણ કરી દંપતિના મૃતદેહની ઝાડ પરથી નીચે ઉતારી પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી રહી છે. આ દંપતિના મોતને પગલે ગ્રામજનોમાં અનેક તર્ક વિતર્કાે વહેતા થવા માંડ્યાં છે બીજી તરફ આ દંપતિ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હશે કે પછી કોઈકે તેઓની હત્યા કરી લાશને લટકાવી દેવામાં આવી હશે? જેવા અનેક સવાલો ગ્રામજનોમાં ઉદ્‌ભવવા પામ્યાં છે ત્યારે પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ કર્યાે છે.

error: Content is protected !!