તેજસ્વી તારલાઓનું સમ્માન… દાહોદ:ધોરણ 12 માં જિલ્લામાં બીજા નંબરે આવેલી સાકીનાબેન દુધિયાવળાએ વ્હોરાનું ગૌરવ વધાર્યું: કલેક્ટરશ્રી દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યું

Editor Dahod Live
1 Min Read

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા

દાઉદી વ્હોરા સમાજનું ગૌરવ વધારતી ધોરણ 12 ની વિદ્યાર્થીની 
  • દાહોદની સકીના દુધિયા વાલા બીજા નંબર આવી મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું
  • કલેકટરશ્રી વિજયભાઈ ખરાડી વિદ્યાર્થીનું મોમેન્ટો આપી સન્માન કર્યું     

દાહોદ તા.24

દાહોદ જિલ્લાના મુખ્ય મથક જિલ્લા સેવા સદન ખાતે આવેલ સભાખંડમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં એક થી ત્રણ ક્રમે આવેલા વિદ્યાર્થીઓને કલેક્ટરશ્રી ના વરદ હસ્તે સન્માન કરી પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા દાઉદી વ્હોરા સમાજને ધોરણ 12 માં આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સકિના બેન દુધિયા વાળા જિલ્લામાં બીજા ક્રમે આવતા કલેકટરશ્રી વિજયભાઈ ખરાડી ના વરદ હસ્તે સન્માન પત્ર અને મોમેન્ટ તેમજ કેન્દ્ર સરકારની બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત રૂપિયા પાંચ હજારનો ચેક આપી સન્માન કરવામાં આવતા દાઉદી વ્હોરા સમાજમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ થી તેમજ વિદ્યાર્થીને સગા સંબંધી અને ઓળખીતા પહેચાન વાળા દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ હતા.

Share This Article