Friday, 04/04/2025
Dark Mode

ફતેપુરા પ્રમુખ-ઉપ પ્રમુખે જિલ્લા પ્રમુખ સહીત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પદભાર ગ્રહણ કર્યોં

ફતેપુરા પ્રમુખ-ઉપ પ્રમુખે જિલ્લા પ્રમુખ સહીત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પદભાર ગ્રહણ કર્યોં

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

  • દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ અને કાર્યકર્તાઓ તાલુકા સભ્યોની ઉપસ્થિતમાં ચાર્જ સંભાળતા પ્રમુખ અને ઉપપ્રમુખ
  • પદભાર કાર્યક્રમમાં કોરોના ગાઇડલાઇનના નિયમો ભુલાયા:નેતાઓ માસ્ક પહેરવાનું ભુલ્યા:શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા 

ફતેપુરા તા.19

ફતેપુરા પ્રમુખ-ઉપ પ્રમુખે જિલ્લા પ્રમુખ સહીત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પદભાર ગ્રહણ કર્યોંફતેપુરા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના ૨૩ સભ્યો તાલુકા પંચાયતના ચૂંટાઈ આવતા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને વરણી બિન હરીફ થવા પામી હતી. જેથી તાલુકા પંચાયત ફતેપુરામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવેલ છે.બિનહરીફ ચૂંટાયેલા પ્રમુખ શ્રીમતી રમીલાબેન પારગી અને ઉપપ્રમુખ પર્વતભાઈ તાવિયાડ વિધિવત રીતે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખનો ચાર્જ સંભાળી લઈ આમ જનતાને સેવામાં જોડાયેલ છે. આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ શંકરભાઇ આંમલીયાર તાલુકા પંચાયતના ભાજપના સભ્ય શ્રી ઓ ભારતીય જનતા પાર્ટી ના તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહી ફુલ હાર પહેરાવી એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવેલું હતું

error: Content is protected !!