Thursday, 28/03/2024
Dark Mode

લીમખેડા માંથી ફોર વિલ ગાડી ચોરાઈ:દાહોદ જિલ્લાને રંજાડતી વાહન ચોર ટોળકી: પ્રજાની સુરક્ષાના દાવાઓ પોકળ સાબિત થયા

લીમખેડા માંથી ફોર વિલ ગાડી ચોરાઈ:દાહોદ જિલ્લાને રંજાડતી વાહન ચોર ટોળકી: પ્રજાની સુરક્ષાના દાવાઓ પોકળ સાબિત થયા
  • જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદ જિલ્લાને રંજાડતી વાહનચોર ટોળકી, બાઈક ચોરીની અસંખ્ય ઘટનાઓની વચ્ચે ફોર વહીલ ગાડીઓની ઉઠાંતરી કરતી ટોળકી બની સક્રિય
  • લીમખેડા નગરમાંથી ઘરના આંગણે લોક કરી પાર્ક કરેલી ફોરવહીલ ચોરાઈ
  • વાહનચોર ટોળકી દાહોદ જિલ્લા પોલીસ માટે માથાના દુખાવા સમાન બની
  • બાઇકચોરોને પોલીસના ઝડપવાના પ્રયાસો બાદ પણ વાહન ચોરીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો
  • તસ્કરો થયા બેફામ પોલીસ તંત્ર લાચાર,
  •  લોકોમાં ભય સહિત ફફડાટ ફેલાયો, પ્રજાની સુરક્ષાના દાવાઓ પોકળ બન્યા

દાહોદ તા.૧૧

દાહોદ જિલ્લામાં જાણે મોટરસાઈકલ ચોર ટોળકી સક્રિય તો હતી.જ પરંતુ હવે મોટરસાઈકલો સાથે સાથે ફોર વ્હીલર વાહન ચોરવા તરફ પણ આ વાહવ ટોળકી સક્રિય બની છે. લીમખેડા નગરમાં ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ એક એક લાખની કિંમતની ક્રુઝર ફોર વ્હીલર ગાડીની ઉઠાંતરી થતાં વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

લીમખેડા નગરમાં પટેલ ફળિયામાં રહેતા જશવંતભાઈ શંકરભાઈ ચૌહાણે ગત તા.૦૯મી માર્ચના રોજ પોતાની એક લાખની કિંમતની ક્રુઝર ફોર વ્હીલર ગાડી પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ ફોર વ્હીલર ગાડીને કોઈ અજાણ્યા વાહન ચોર ટોળકીએ પોતાનો કસબ અજમાવી ફોર વ્હીલર ગાડીનું લોક તોડી ચોરી કરી લઈ જતાં આ સંબંધે જશવંતભાઈ શંકરભાઈ ચૌહાણે લીમખેડા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

————————————————

error: Content is protected !!