Thursday, 10/04/2025
Dark Mode

વિધાના મંદિરમાં કોરોનાની દસ્તક…. દે.બારિયાના ખાનગી શાળાના બે શિક્ષકો કોરોના પોઝિટિવ આવતા શાળા પરિવાર તેમજ નગરજનોમાં ફફડાટ:બન્ને શિક્ષકો ગોધરા સારવાર હેઠળ…

વિધાના મંદિરમાં કોરોનાની દસ્તક…. દે.બારિયાના ખાનગી શાળાના બે શિક્ષકો કોરોના પોઝિટિવ આવતા શાળા પરિવાર તેમજ નગરજનોમાં ફફડાટ:બન્ને શિક્ષકો ગોધરા સારવાર હેઠળ…
 જીગ્નેશ બારીયા,દાહોદ/ રાહુલ મહેતા :- દે. બારીયા 
  • વિધાના મંદિરમાં કોરોનાની દસ્તક….
  • દે.બારિયાના ખાનગી શાળાના બે શિક્ષકોને કોરોના પોઝિટિવ આવતા શાળા પરિવાર તેમજ નગરજનોમાં ફફડાટ 
  • કોરોના સંક્રમિત આવેલા બન્ને શિક્ષકોને ગોધરાથી આવે છે
  • એક સરકારી દવાખાને દાખલ, તેમજ અન્ય એક હોમ આઈસ્યુલેટ થયાં હોવાની માહિતી 

  દે. બારીયા તા.06

દેવગઢબારિયા નગરમાં કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા કેટલાક નિયમોને અનુસાર સરકારી તેમજ ખાનગી શાળાઓ ખોલવા માટેની ગાઈડ લાઈન બહાર પાડવામાં આવતા નગરની સરકારી તેમજ ખાનગી શાળાઓ સરકારના ધારાધોરણ મુજબ ખોલવામાં આવી છે.જેમાં જે વાલી દ્વારા લેખિતમાં પોતાના બાળકની શાળાએ શાળામાં જવાની મંજૂરી આપવામાં આવે છે. તેવા જ બાળકને શાળામાં અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.ત્યારે આ શાળામાં હાલમાં ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ નગર તેમજ આસપાસના ગામડાઓમાંથી અભ્યાસ અર્થે આવી રહ્યા છે જેમાં શિક્ષકો પણ નગર તેમજ બહારથી અપડાઉન કરતા રોજ શાળામાં આવે છે ત્યારે મધ્યમાં આવેલ એસ.આર હાઈસ્કૂલમાં માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં ફરજ બજાવતા ગોધરાથી બે શિક્ષકને કોરોનો પોઝિટિવ આવતા જેમાં એક શિક્ષક સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ જ્યારે અન્ય એક શિક્ષક હોમ આઈસ્યુલેટ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.ત્યારે શિક્ષકોનો કોરોનો પોઝિટિવ આવતા શાળા પરિવાર તેમજ નગરજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.પાલિકા તંત્ર દ્વારા એસ.આર.હાઈસ્કૂલ માં સેનેટાઈઝરની કામગીરી હાથ ધરી છે.ત્યારે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું.

નગરમાં જાણે કોરોનાનુ માથે સંકટ ટળી ગયું હોય તેમ લોકો પણ માસ તેમજ સોશિયલ ડિસ્ટન્સ સિવાય ફરતાં જોવા મળી રહ્યાં છે

error: Content is protected !!