Thursday, 21/11/2024
Dark Mode

સીંગવડ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો:કોંગ્રેસનો પંજો કચડાયો

સીંગવડ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો:કોંગ્રેસનો પંજો કચડાયો

કલ્પેશ શાહ :- સીંગવડ 

  • સીંગવડ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો જલવો બરકરાર:કોંગ્રેસનો પંજો કચડાયો

  • સીંગવડની ત્રણ જિલ્લા પંચાયતોમાં બે પર ભાજપનો વિજય, એક કોંગ્રેસના ફાળે

  • સીંગવડની 17 તાલુકા પંચાયતોમાંથી 16 પર ભાજપનો ભગવો લહેરાયો, એક પર કોંગ્રેસનો વિજય 

સીંગવડ તા.02

સિંગવડ તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી નો વિજય થયો સિંગવડ તાલુકાની ત્રણ જીલ્લા પંચાયત ની ચૂંટણી 28 2 ના રોજ યોજવામાં આવી હતી તેમાં ગણતરી 2 3 21ના રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા માં સવારે 9:30 થી ગણતરી ચાલુ કરવામાં આવી હતી તેમાં પહેલા મેથાણ જીલ્લા પંચાયત ગણતરી ચાલુ કરવામાં આવી હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાઠોડ રાજુલા બેન કુરપાન ભાઈ એ કોંગ્રેસના ઉમેદવાર તાવીયાડ ચતુરીબેન ગોરધનભાઈ ને હરાવીને વિજેતા બન્યા હતા જ્યારે સુડીયા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર નિસરતા જીગ્નેશભાઈ બાબુભાઈએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર પટેલ રેણુકા શૈલેષ ના સામે વિજય થયા હતા જ્યારે વાલાગોટા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર પરમાર દક્ષાબેન નારસિંગ ભાઈ એ કોંગ્રેસના ઉમેદવાર પરમાર જયશ્રીબેન તથા બીટીપી ના ઉમેદવાર તરુલતા બેન હઠીલા ને હરાવીને વિજેતા બન્યા હતા આમ સિંગવડ તાલુકા ની 3 જિલ્લા પંચાયતમાંથી બે બીજેપીના ફાળે જ્યારે 1 કોંગ્રેસના ફાળે ગઈ હતી જ્યારે ૧૭ તાલુકા પંચાયત માથી 15 તાલુકાપંચાયત બીજેપીના ફાળે તથા બે તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી તેમાં પતંગડી તાલુકા પંચાયત બિનહરીફ થતા ભાજપના ફાળે 16 તાલુકા પંચાયત આવી હતી સિંગવડ તાલુકા પંચાયત બીજેપીના ફાળે જતા સીંગવડ માં ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બનશે એવું લાગી રહ્યું છે તથા જ્યારે ઘણી તાલુકા પંચાયત નજીવી સરસાઈ એ જીત્યા એમ લાગી રહી છે ત્યારે સરકારી તંત્ર દ્વારા પણ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેના લીધે કોઇપણ ઉમેદવારને કોઈપણ વ્યવસ્થામાં તકલીફ નથી પડી તથા સરકારી તંત્ર દ્વારા પણ કોવિડ 19 ધ્યાન રાખીને બધા જ માણસોને માસ્ક હતા સેનેટાઈઝર નો ઉપયોગ કરવામાં આવ્યું હતું તથા દાસા પીએચસી સેન્ટર ના ડોક્ટરો દ્વારા દવાખાનાની ટીમની વ્યવસ્થા ગોઠવીને થર્મો ગન થી બધાનો ટેમ્પરેચર માપીને મોકલવામાં આવ્યા હતા જ્યારે રણધીકપુર પોલીસ દ્વારા પણ બધા જ અંદર આવતાં વ્યક્તિઓની તપાસ કરીને અંદર મોકલવામાં આવ્યા હતા.

error: Content is protected !!