Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા:મતદારોને રિઝવવા રાજકીય પક્ષોએ કાવાયત શરૂ કરી:શરૂ:ગામડાઓમાં ખાટલા મીટીંગ અને સભા યોજી ચૂંટણી પ્રચાર પુરજોશમાં:કોંગ્રેસ ભાજપ સહિત દરેક પક્ષના ઉમેદવારો દ્વારા ચૂંટણી જીતવાનો દાવો

ફતેપુરા:મતદારોને રિઝવવા રાજકીય પક્ષોએ કાવાયત શરૂ કરી:શરૂ:ગામડાઓમાં ખાટલા મીટીંગ અને સભા યોજી ચૂંટણી પ્રચાર પુરજોશમાં:કોંગ્રેસ ભાજપ સહિત દરેક પક્ષના ઉમેદવારો દ્વારા ચૂંટણી જીતવાનો દાવો

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકા પંચાયત ચૂંટણીમાં ચૂંટણી પ્રચારનું કાર્ય પૂરજોશમાં શરૂ:ગામડાઓમાં ખાટલા મીટીંગ અને સભા કરીને ચૂંટણી પ્રચાર પુરજોશમાં:કોંગ્રેસ ભાજપ સહિત દરેક પક્ષના ઉમેદવારો દ્વારા ચૂંટણી જીતવાનો દાવો

ફતેપુરા તા.19

  ફતેપુરા તાલુકામાં તાલુકા પંચાયતની ચૂંટણી અને તાલુકામાં સમાવેશ થયેલ જિલ્લા પંચાયતના સભ્યોની ચૂંટણીનું કાર્ય પુરજોશમાં શરૂ થઇ ગયેલ છે.ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ફોર્મ ખેંચ્યા પછી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ ભાજપ કોંગ્રેસ ઉપરાંત દરેક પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. અને પોતે ચૂંટણી જીતી જવાનો દાવો કરી રહ્યા છે.  વીતેલા પાંચ વર્ષમાં અઢી વરસ ભાજપ અને અઢી વર્ષ કોંગ્રેસે તાલુકા પંચાયતમાં પોતાનું શાસન ચલાવેલું હતું.આ વર્ષની તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપ ઉપરાંત બી.ટી.પી.પણ લગભગ તાલુકા પંચાયતની બધી સીટો પર તેમજ જિલ્લા પંચાયતની સીટો પર ઉમેદવારો ઊભા રાખ્યા હોય તાલુકા પંચાયત બી.ટી.પી. ને બનશે તેઓ દાવો બી.ટી.પી.ના ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ છે જ્યારે બીજી બાજુ ભાજપ તેમજ કોંગ્રેસ તાલુકા પંચાયત કબજે કરવા માટે અને પોતાને તાલુકા પંચાયતની રચના સાથેના દાવા કરી રહેલ છે. જેથી તાલુકા પંચાયતની ચૂંટણી રસાકસી ભરી જોવા મળી રહેલ છે.ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પદાધિકારીઓ અને ધારાસભ્યો પોતાના ઉમેદવારોને જીતાડી લાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.અને મતદારોને રીઝવવા માટેનાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે સભાઓ કરવા માટે તેમજ મતદારોને સંપર્ક કરવા માટે વાહનો માટેની પરમિશન લેવા માટે મામલતદાર કચેરી માં અરજીઓ આપી પરમિશન લેવા માટે આવી રહ્યા છે હાલ તો ફતેપુરા તાલુકા પંચાયતની સભ્યોની ચૂંટણી ભારે રસાકસી હોય વિજયનો તાજ મતદારો કોને પહેરાવે છે. તે જોવું રહ્યું

error: Content is protected !!