Saturday, 25/06/2022
Dark Mode

દાહોદ:કોવીડ -19 ની ગાઇડલાઇન સાથે આજથી 6 થી 8 ના વર્ગો શરૂ કરાયાં

દાહોદ:કોવીડ -19 ની ગાઇડલાઇન સાથે આજથી 6 થી 8 ના વર્ગો શરૂ કરાયાં

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૮

ગુજરાતમાં આજથી ધોરણ ૬ થી ૮ના વર્ગાે શરૂ થયા છે. આ સાથે જ દાહોદ જિલ્લામાં પણ આ વર્ગાે શરૂ કરવામાં આવ્યાં હતાં. જિલ્લામાં ધોરણ ૬ થી ૮માં કુલ ૧,૧૭,૨૩૯ વિદ્યાર્થીઓ છે. આજે પ્રથમ દિવસે શાળામાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જાેવા મળી હતી ત્યારે બીજી તરફ કોવિડ – ૧૯ ના નિયમોનું પાલન કરાવી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ગુજરાતમાં ધોરણ ૬ થી ૮ના વર્ગાે શરૂ કરવાના આદેશો સાથે જ દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ શાળાઓને ચાલુ કરવાના ભાગરૂપે આગોતરી તૈયારીઓનો આરંભ કરી દીધો હતો. દરેક શાળાઓમાં, વર્ગખંડોમાં વિગેરે શાળાકિય સ્થળોએ સાફ – સફાઈ સહિત સેનેટરાઈઝરીંગની કામગીરી કરવામાં આવી હતી. શાળામાં બાળકોને ફરજીયાત માસ્ક અને સેનેટરાઈઝનો ઉપયોગ કરવા પણ જણાવાયું છે. આજે દાહોદ જિલ્લામાં પ્રથમ દિવસે બાળકોની હાજરી પાંખી જાેવા મળી હતી પરંતુ આવનાર દિવસોમાં બાળકો રાબેતા મુજબ ફરી શાળાઓમાં જાેડાશે તેવી શિક્ષણ વિભાગ દ્વારા આશા પણ વ્યક્ત કરાઈ હતી.

————————–

error: Content is protected !!