ફતેપુરા તાલુકા પંચાયતની સભ્ય માટે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે 80 ફોર્મ ભરાયા: પંથકમાં ચતુષ્કોણીય જંગ જામવાના એંધાણ

Editor Dahod Live
2 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

 ફતેપુરા તાલુકા પંચાયતની સભ્ય માટે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે 80 ફોર્મ ભરાયા ફતેપુરા તાલુકામાં કોંગ્રેસ ભાજપ B.T.P. અપક્ષ આપ સી.પી.એમ .વચ્ચે ચૂંટણી જંગ જામવાના એંધાણ,ઉમેદવારીપત્ર ખેંચ્યુ આ પછી સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવશે,તાલુકા પંચાયતના સભ્યો તેમજ જિલ્લા પંચાયતના સભ્યો કુલ ૨૨૯ ઉમેદવારીપત્રો રજૂ થયેલ છે

ફતેપુરા તા.14

ફતેપુરા તાલુકા પંચાયતની 28 સભ્યો અને ફતેપુરા તાલુકા પંચાયત માં સમાવેશ થયેલ જિલ્લા પંચાયતની 6 સભ્યોની ઉમેદવારીપત્ર ભર્યા ના આજના અંતિમ દિવસે 80 ઉમેદવારી પત્રો ભરાયા હતા ફતેપુરા તાલુકા પંચાયત ના સભ્યો માટે આજ રોજ 64ઉમેદવારીપત્રો ભરાયા હતા જ્યારે 6 જીલ્લા પંચાયત ના સભ્યો માટે 16 ઉમેદવારી પત્ર ભરાતા આજે કુલ 80 ઉમેદવારી પત્રો ઉમેદવારો ભર્યા હતા અગાઉ ૧૪૯ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરી ચુક્યા છે જેથી ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસે તાલુકા પંચાયત તેમજ જીલ્લા પંચાયત મળીને કુલ 229 ઉમેદવારી પત્રો ભરાય છે ફોરમ ખેંચ્યા પછી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે હાલ તો તમામ ઉમેદવારો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે તાલુકામાં કોંગ્રેસ- ભાજપ અપક્ષ આપ B.T.P.સી.પી.એમ. વચ્ચે ચૂંટણી જંગ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે કોઈપણ પ્રકારની અગમ્ય ઘટના ન ઘટે તે માટે કચેરી આગળ C.P.I. ડામોર પી.એસ.આઇ. બરંડા અને પોલીસ સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલ હતો ઉમેદવારી કરનાર આવતા ઉમેદવારોને તેમજ ટેકેદારોને આરોગ્ય સ્ટાફ દ્વારા સેનેટાઈઝર કરી થર્મલ ગનથી તપાસ કરી માસ આપી કચેરીમાં પ્રવેશ આપવામાં આવતો હતો.

Share This Article