Tuesday, 01/07/2025
Dark Mode

ફતેપુરા નગરમાં એટીએમ ના હોવાના કારણે લોકોને પડતી મુશ્કેલીઓ:રાષ્ટ્રીય બેંકોનુ એક પણ એ.ટી.એમ ન હોવાથી બેંકોમાં લાગી લાંબી કતારો

ફતેપુરા નગરમાં એટીએમ ના હોવાના કારણે લોકોને પડતી મુશ્કેલીઓ:રાષ્ટ્રીય બેંકોનુ એક પણ એ.ટી.એમ ન હોવાથી બેંકોમાં લાગી લાંબી કતારો

વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

ફતેપુરા નગરમાં એટીએમ ના હોવાના કારણે લોકોને પડતી મુશ્કેલીઓ:રાષ્ટ્રીય બેંકોનુ એક પણ એ.ટી.એમ ન હોવાથી બેંકોમાં લાગી લાંબી કતાર,તાલુકા મથક હોવા છતાં વેપાર અર્થે આવતા ગ્રાહકોને એટીએમ માટે મારવા પડે છે ફાફા

ફતેપુરા તાલુકો રાજસ્થાની સરહદને અડીને આવેલો છે ફતેપુરા નગરમાં મોટાભાગના લોકો વેપાર અર્થે આવતા હોય છે ત્યારે પૈસાની લેવડદેવડ કરવા માટે / આપ-લે કરવા માટે ફતેપુરા નગરમાં બેંક.ઓફ.બરોડા તેમ જ ભારતીય સ્ટેટ બેન્ક આવેલી છે પરંતુ આ બંને બેંકોના એટીએમ ના હોવાના કારણે ગ્રાહકોને બેંકોમાં લાંબી કતારમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે ફતેપુરા નગરમાં બંને બેંકોના એટીએમ ન હોવાના કારણે પૈસાની લેવડદેવડ કરવા માં મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે પૈસાનો લેવડદેવડ સરળતાથી થાય તે માટે ફતેપુરા નગરમાં બંને બેંકોના એટીએમ કાર્યરત થાય તેવી લોકમાંગ ઉઠી છે જો બંને બેંકોના એટીએમ કાર્યરત થાય તો બેંકોમાં લાંબી કતારમાં ઉભા રહેવાનો તેમજ સમયનો વેડફાટ ન થાય તેમ છે તો આ બંને બેંકોના એટીએમ વહેલી તકે ચાલુ થાય બેંકોના ખાતેદારોને સરળતાથી લેવડદેવડ થાય તેમજ બહારગામથી આવતા લોકો તેમજ રાજસ્થાન ની સરહદ પારથી આવતા લોકો નગરમાં વેપાર અર્થે આવતા હોય છે માટે એટીએમની તાતી જરૂર હોવાના કારણે તાત્કાલિક એટીએમ ચાલુ થાય તેવી લોકમાંગ ઉઠી છે ફતેપુરા તાલુકો હોવા છતાં પણ લોકોને એટીએમ માટે ફાંફા મારવા પડે છે બેંકોમાં મોટી મોટી લાઈનો લાગે છે ત્યારે બંને બેંકના મેનેજરો નું પેટનુ પાણી પણ હલતું નથી આ લોકો ક્યારે રજૂઆત કરશે અને ફતેપુરામાં ક્યારે એટીએમ ચાલુ થશે તે જોવાનું રહ્યું

error: Content is protected !!