ફતેપુરા:ઉમેદવારી પત્રો ભરવાના આજે ચોથા દિવસે તાલુકા પંચાયતના તેમજ જીલ્લા પંચાયતના એક પણ ઉમેદવારીપત્ર રજૂ થયા

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકા મા સમાવિષ્ટ જિલ્લા પંચાયતનો ઉમેદવારીપત્રો ભરવાના ચોથા દિવસે ખાતું ખોલ્યું નથી:ઉમેદવારી પત્રો ભરવાના આજે ચોથા દિવસે તાલુકા પંચાયતના તેમજ જીલ્લા પંચાયતના એક પણ ઉમેદવારીપત્ર રજૂ થયા નહીં

ફતેપુરા તા.11

   ફતેપુરા તાલુકા પંચાયતની 28 સીટો અને ફતેપુરા તાલુકા માં સમાવેશ જિલ્લા પંચાયતની 6 બેઠકોનું જાહેરનામું જાહેર થયા બાદ ઉમેદવારીપત્ર રજૂ કરવાના આજે ચોથા દિવસે એક પણ ઉમેદવારોએ તાલુકા પંચાયતના સભ્ય માટેનું ઉમેદવારી પત્રો રજૂ થયા ન હતા જ્યારે જિલ્લા પંચાયતના ઉમેદવારી પત્રો નો આજે ચોથા દિવસે પણ ખાતું ખોલ્યું નથી ફતેપુરા તાલુકા પંચાયતની 28 સીટો તથા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ 6 જિલ્લા પંચાયતનું સીટ માટે નું માટેનું આવનાર દિવસોમાં ચૂંટણી યોજાનાર હોય જેના ઉમેદવારી પત્ર ભરવાના આજે ચોથા દિવસે એક પણ ઉમેદવારોએ કચેરી આવીને ઉમેદવારીપત્ર રજુ કરેલ ના હોય તેમજ જીલ્લા પંચાયત ઉમેદવારીપત્ર ભરવાનું ખાતું ખુલ્યો નથી આવનાર શુક્રવાર અને શનિવાર બે દિવસ ઉમેદવારી પત્ર ભરવાના બાકી હોય આ બે દિવસોમાં ઉમેદવારોનો ઉમેદવારી પત્ર ભરવા માટેનો રાફડો ફાટ્ય ના સંકેતો જોવા મળે છે અત્યાર સુધી ફતેપુરા તાલુકા પંચાયતના ચાર ઉમેદવારો ઉમેદવારીપત્રો રજૂ કરેલ છે ફતેપુરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ બી.ટી.પી. અને અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ થવાના સંકેતો જોવા મળે છે

Share This Article