Thursday, 20/01/2022
Dark Mode

દાહોદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થયાં બાદ ભાજપમાં ભડકો:550 પરિવારો ધરાવતા રાજસ્થાની મારવાડી સમાજની યોજાયેલી મીટિંગમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો:રાજસ્થાની મારવાડી સમાજના 150 થી વધુ આગેવાનોએ ભાજપમાંથી રાજીનામુ મુકતા ખળભળાટ,

દાહોદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થયાં બાદ ભાજપમાં ભડકો:550 પરિવારો ધરાવતા રાજસ્થાની મારવાડી સમાજની યોજાયેલી મીટિંગમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો:રાજસ્થાની મારવાડી સમાજના 150 થી વધુ આગેવાનોએ ભાજપમાંથી રાજીનામુ મુકતા ખળભળાટ,

જીગ્નેશ બારીયા :-  દાહોદ 

દાહોદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થયાં બાદ ભાજપમાં ભડકો:રાજસ્થાની મારવાડી સમાજના 150 થી વધુ આગેવાનોએ ભાજપમાંથી રાજીનામુ મુકતા ખળભળાટ, 550 પરિવારો ધરાવતા રાજસ્થાની મારવાડી સમાજની યોજાયેલી મીટિંગમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો, ભાજપ માટે કપરા ચઢાણ,

દાહોદ તા.11

દાહોદ નગરપાલિકાની આગામી ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર થતાં ભાજપમાં ભડકો થવા પામ્યો છે. આજરોજ જાહેર થયેલી યાદીમાંથી પડતા મુકાયેલા ભાજપના આગેવાનો તેમજ પૂર્વ કોર્પોરેટરોએ ભાજપ જોડે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાઈ જતા ખળભળાટ મચી જવા

પામ્યો છે. ત્યારે વર્ષોથી ભાજપ જોડે અડીખમ ઉભેલા રાજસ્થાની મારવાડી સમાજના 4 થી વધુ આગેવાનોએ ભાજપના મેન્ડેટ માટે અરજી કરી હતી. જોકે આજરોજ જાહેર થયેલી યાદીમાંથી રાજસ્થાની મારવાડી સમાજની અવગણના થયાં સમાજમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. દર વખતથી જેમ આશ્વાશન આપી ઘોર અવગણના થતાં ભાજપની રીતીનીતીથી નારાજ થયેલા રાજસ્થાની મારવાડી સમાજના 150 થી પણ વધુ આગેવાનોની એક મીટિંગ યોજાઈ હતી.જેમાં રાજસ્થાની મારવાડી સમાજે સર્વાનુમતે નિર્ણય લઇ વર્ષોથી ભાજપ માટે નિષ્ઠાપૂર્વક કામ કરતા રાજસ્થાની મારવાડી સમાજના તમામ આગેવાનોએ ભાજપમાંથી રાજીનામુ આપવાનો નિર્ણય કરી લેતા ભાજપ માટે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં કપરા ચઢાણ જોવાઈ રહ્યા છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર એક, બે, તેમજ ત્ર્ર્રણમાં બ્રાહ્મણ, પોરવાલ, ખંડેલવાલ, મહેશ્વરી સમાજના મળી

550 થી વધુ પરિવારો ધરાવતો રાજસ્થાની મારવાડી સમાજ ભાજપ જોડે વિમુખ થયું છે. તેમજ આ સમાજ આગળના સમયમાં અન્ય પાર્ટીઓમાં જવાની તૈયારી પણ બતાવી છે. તેવા સંજોગા ભાજપ માટે આ ત્રણ વોર્ડમાં આવનારા સમયમાં નગરપાલિકાની ચૂંટણીમાં અણધાર્યા પરિણામ આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

error: Content is protected !!