સિંગવડ તાલુકા માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પ્રથમ તથા બીજા દિવસે કોઈપણ ફોર્મ ભરાયા આવ્યા નહીં તથા ફોર્મ નો ઉપાડો થયો હતો
સિંગવડ તાલુકા ની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચુંટણીને લઈને તારીખ 8-2-2021’અને 9-2-2021ના રોજ સીંગવડ મામલતદાર ઓફીસ માં ૧૨ તાલુકા પંચાયતની સીટ આવતી હોય તેના માટે બે દિવસમાં થઈને 106 ફોર્મ નો ઉપાડ થયો હતો.જ્યારે તાલુકા પંચાયત સિંગવડ છ તાલુકા પંચાયતો આવતી હોય તેમાં 2 છાપરવાડ 4 મછેલાઈ 10 પહાડ 11 પતંગડી 12 પીપળીયા 18 વાલાગોટા નો સમાવેશ થતો હોય તેના માટે તાલુકા પંચાયત સીંગવડ માંથી બે દિવસમાં થઇ ને ૧૬ ફોર્મ ઉપાડ થયો હતો જ્યારે ત્રણ જિલ્લા પંચાયતો માં 30 મેથાણ 3 ફોર્મ ,46 સુડીયા 15 ફોર્મ જ્યારે ,49 વાલાગોટા માં 5 ફોર્મ નો ઉપાડો થયો હતો તથા આ બે દિવસમાં કોઈ ફોર્મ ભરવામાં આવ્યું નહોતું આ રીતે સીંગવડ તાલુકો નવો બન્યો તેનું સ્થાનિક સ્વરાજની પહેલી ચૂંટણી હોય તથા તાલુકાની સીટોમાં માં પણ પહેલી વખત ચૂંટણી થવાની હોય તેના માટે સિંગવડ તાલુકા માં એક ઉત્સાહ જેવો માહોલ જોવા મળી રહ્યો છે વિવિધ પાર્ટીઓ મેદાનમાં ઉતરશે તેવું લાગી રહ્યું છે તથા ઘણી નવી પાર્ટીઓ પણ આ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આવશે તેવું લાગી રહ્યું છે