સંજેલી કન્યાશાળામાં બીજા તબક્કાના વેકસીનેશનમાં 107 શિક્ષકોને રસી મુકવામાં આવી..

Editor Dahod Live
2 Min Read

  કપિલ સાધુ :- સંજેલી 

સંજેલી કન્યા શાળામાં બીજા તબક્કાના વેક્સિનેશનમાં શિક્ષક ભાઈ બહેનોએ રસી લીધી.મધ્યાહન ભોજનના એક સંચાલકે પણ કોરોના રસી મુકાવી.

સંજેલી તાલુકા કન્યાશાળામાં બીજા તબક્કાની વેક્સિનેશનમાં શિક્ષક સંઘના પ્રમુખ સહિત તાલુકાના શિક્ષક ભાઈ બહેનોએ કોરોના વેક્સીન લિધી..

સંજેલી તા.08

કોરોના મહામારી બાદ સૌ કોઈ લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હાલમાં દેશમાં હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવામાં આવી રહી છે.બીજા તબક્કાનો કોરોના વેક્સિનેશન કાર્યક્રમ ડો.યોગેન્દ્ર રીંટોડા ની હિરોલા માંડલી કરંબા સરોરી વાસિયા પીએચસી સેન્ટરની ટીમ દ્વારા સંજેલી તાલુકા કન્યા પ્રાથમિક શાળામા વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો હતો.જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે ગઈકાલે રસી લીધી હતી જે બાદ અફવાઓથી દૂર રહી ગેરમાર્ગે ન દોરાવું જોઈએ અને સૌ કર્મચારીઓ એ ભયમુક્ત થઈને કોરોના રસી લેવા માટેની અપીલ કરી હતી.જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઇ કટારા સહિત ૧૦૦ ઉપરાંત વ્યક્તિઓનુ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઈ સેલોત ઉપપ્રમુખ શાંતિલાલ ગરાસિયા શૈક્ષિક મહાસંઘના પ્રમુખ સબુરભાઇ તાવિયાડ બીઆરસી, સીઆરસી બીટ નિરીક્ષક ધવલભાઈ પંચાલ સહિતના તાલુકાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષક ભાઈ બહેનો જીઆરડી હોમગાર્ડ અને પોલીસ જવાનો તેમજ મધ્યાહન ભોજનના સંચાલક મળી કુલ સંજેલી તાલુકામાં આજે ૧૦૭ જેટલા વ્યક્તિઓએ બીજા તબક્કાના રસી લીધી હતી. કોરોના વેક્સીનના કાર્યક્રમની સંજેલી તાલુકા વિકાસ અધિકારી આર.સી. ભૂરા ટીપીઓ કનુભાઇ ભરવાડે રંધીકપુર ખાતે રસી મુકાવ્યા બાદ સંજેલી શાળાની મુલાકાત લીધી હતી..

Share This Article