ફતેપુરા તાલુકા પંચાયત સભ્યો માટે તેમજ જિલ્લા પંચાયતના સભ્યો માટે પ્રથમ દિવસે એક પણ ઉમેદવારીપત્ર ફોર્મ નથી ભરાયા:ફોર્મ ભરવાના પ્રથમ દિવસે 280 ફોર્મનો ઉપાડ થયો

Editor Dahod Live
1 Min Read

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકા પંચાયત સભ્યો માટે તેમજ જિલ્લા પંચાયતના સભ્યો માટે પ્રથમ દિવસે એક પણ ઉમેદવારીપત્ર ફોર્મ નથી ભરાયા:ફોર્મ ભરવાના પ્રથમ દિવસે 280 ફોર્મનો ઉપાડ થયો

ફતેપુરા તા.

ફતેપુરા તાલુકા માં તાલુકા પંચાયત સીટો અને અને જીલ્લા પંચાયત સીટોનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું આજરોજ ફતેપુરા તાલુકા પંચાયતની 28 સીટો અને ફતેપુરા તાલુકામાં સમાવેશ જિલ્લા પંચાયતની 6 સીટો માટે નું જાહેરનામું પ્રસિદ્ધ થતા ફોર્મ ભરવાના પ્રથમ દિવસે એક પણ ઉમેદવારોએ પોતાનાં ઉમેદવારીપત્ર ફોર્મ રજુ કરેલ નથી જ્યારે ઉમેદવારી ભરવાના પ્રથમ દિવસે તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી માથી 280 ફોરમનો ઉપાડ થયેલ છે જિલ્લા પંચાયત ની 6 સીટો માટે 43 ફોરમ તેમજ તાલુકા પંચાયતની 28 સીટો માટે ૨૩૭ ફોર્મનો ઉપાડ થતાં ફુલ 280 ઉમેદવારીપત્ર ઉમેદવારો દ્વારા લઈ જવામાં આવતા પ્રથમ દિવસે જ ઉમેદવારી પત્ર ફોરમનો ઉપાડ વધુ થતા આવનાર દિવસોમાં ઉમેદવારીપત્ર ભરવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યની શક્યતા જોવાઇ રહી છે

ઉમેદવારીપત્ર ઉપાડની વિગત

6 જિલ્લા પંચાયત માટે 43 ઉમેદવારીપત્રો નો ઉપાડ

14 સીટો તાલુકા પંચાયત માથી ૧૪૭ ઉમેદવારીપત્રો ઉપાડ

14 સીટો મામલતદાર કચેરીમાં 90 ઉમેદવારીપત્રો ઉપાડ

Share This Article