Thursday, 21/11/2024
Dark Mode

ગરબાડા તાલુકાના પાટિયા ગામે પ્રસૂતા મહિલાના કપરા સમયમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલ્સ બની સંકટમોચન:દુર્ગમ વિસ્તારમાં પ્રસૂતા મહિલાને ખાટલામાં નાખી એક કિલોમીટર પગપાળા અંતર કાપી પરિસ્થિતિના આધીન સ્થળ પર જ પ્રસુતિ કરાવી

ગરબાડા તાલુકાના પાટિયા ગામે પ્રસૂતા મહિલાના કપરા સમયમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલ્સ બની સંકટમોચન:દુર્ગમ વિસ્તારમાં પ્રસૂતા મહિલાને ખાટલામાં નાખી એક કિલોમીટર પગપાળા અંતર કાપી પરિસ્થિતિના આધીન સ્થળ પર જ પ્રસુતિ કરાવી

જીગ્નેશ બારીયા/નીલ ડોડીયાર :- દાહોદ

 ગરબાડા તાલુકાના પાટિયા ગામે પ્રસૂતા મહિલા માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલ્સ બની સંકટમોચન: ૧૦૮ના કર્મીઓએ દુર્ગમ વિસ્તારમાં સ્થાનિકોની મદદથી પ્રસૂતા મહિલાને ખાટલામાં નાખી  એક કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપ્યો: ઇમર્જન્સીમાં 108 ના કર્મીઓએ મહિલાની સ્થળ પર જ પ્રસુતિ કરાવી

દાહોદ તા.07

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટિયા ગામે પ્રસૂતા મહિલાના કપરા સમયમાં 108 એમ્બ્યુલ્સ સંકટમોચન બનીને આવી હતી.ગરબાડા તાલુકાના પાટીયા ગામે આજરોજ એક પ્રસુતાને ઓચિંતી પ્રસુતા પીડા ઉપડતાં પરિવારજનો દ્વારા ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવાને કોલ કરતાં તાત્કાલિક દોડી ગયેલ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા સ્થળ પર દોડી ગઈ હતી પરંતુ ગામમાં પહોંચતાની સાથે જ આ પ્રસુતાનું ઘર મુખ્ય રોડથી એક કિલોમીટર દુર અને તે પણ કાચો અને સાકડો રસ્તો હોવાના કારણે એમ્બ્યુલંશ ત્યા ન પહોંચતા કર્મનિષ્ઠ ૧૦૮ ના કર્મચારીઓ ચાલતાં પગે એક કિલો મીટરનું અંતર કાપી આ પ્રસુતાના ઘરે પહોંચ્યા બાદ પરિવારજનો અને ગામજનોની મદદથી તેને ૧૦૮ વાનમાં લાવ્યાં બાદ પરિસ્થિતીને આધીન ડિવીલરી સ્થળ પર ૧૦૮માં જ કરાવી હતી. આ કામગીરીને જાેઈ ઉપસ્થિત પરિવારજનો અને ગામજનોએ ૧૦૮ના કર્મચારીઓની કામગીરીને વધાવી લીધી હતી.

ગરબાડા તાલુકાના પાટિયા ગામે પ્રસૂતા મહિલાના કપરા સમયમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલ્સ બની સંકટમોચન:દુર્ગમ વિસ્તારમાં પ્રસૂતા મહિલાને ખાટલામાં નાખી એક કિલોમીટર પગપાળા અંતર કાપી પરિસ્થિતિના આધીન સ્થળ પર જ પ્રસુતિ કરાવી

દાહોદ જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા સામાન્ય માણસથી લઈ મધ્યમ વર્ગના લોકો માટે ફળદાયક સાબીત થઈ રહી છે. દિવસ રાત પોતાના જીવની પરવાહ કર્યા વગર આ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવાના કર્મચારીઓ ખડેપગે પોતાની કામગીરી નિષ્ઠાપુર્વક બજાવી રહ્યાં છે. અગાઉ પણ ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં હતાં જેમાં આ ૧૦૮ના કર્મચારીઓએ કર્મનિષ્ઠ કામગીરી કરી લોકોના જીવો પણ બચાવ્યાં હતાં. આવોજ એક કિસ્સો ફરી પ્રકાશમાં આવ્યો છે.જેમાં ગરબાડા તાલુકાના પાટિયા ગામની હમશાબેન ડામોરને પ્રસવની પીડા ઉપડતા મહિલાના પરિવારજનોએ ઇમરજન્સી 108 ને કોલ કરતા ગરબાડા લોકેશન પર તૈનાત ઈએમટી નરેશ દેવડા તેમજ પાઇલોટ જયંતીભાઈ તાબડતોડ ગરબાડા તાલુકાના પાટિયા ગામે પહોંચ્યા હતા. જ્યાંથી પ્રસૂતા મહિલાનો ઘર અત્યંત દુર્ગમ વિસ્તાર જ્યાં એમ્બ્યુલ્સ પણ નં પહોંચી શકે તેવા વિસ્તારમાં હોવાનું માલુમ પાડ્યો હતો. ત્યારે 108 ના બન્ને કર્મીઓએ એક પળ નો પણ વિલંબ કર્યા વગર એક કિલોમીટર પગપાળા પ્રસૂતાના ઘરે પહોંચી ગયા હતા. અને

ગરબાડા તાલુકાના પાટિયા ગામે પ્રસૂતા મહિલાના કપરા સમયમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલ્સ બની સંકટમોચન:દુર્ગમ વિસ્તારમાં પ્રસૂતા મહિલાને ખાટલામાં નાખી એક કિલોમીટર પગપાળા અંતર કાપી પરિસ્થિતિના આધીન સ્થળ પર જ પ્રસુતિ કરાવીઆસપાસના લોકો તેમજ પરિવારજનોની મદદ લઇ પ્રસૂતા મહિલાને ખાટલામાં નાખી એમ્બ્યુલ્સ સુધી લઇ જવા નીકળી પડ્યા હતા. ત્યારબાદ એમ્બ્યુલ્સ વાનમાં લાવ્યાં બાદ પરિસ્થિતીને આધીન ડિવીલરી સ્થળ પર ૧૦૮માં જ કરાવી યોગ્ય રીતે પ્રિ-હોસ્પિટલ કેર કરી હતી. અને ડિલિવરી બાદ માતા તેમજ બાળક સ્વસ્થ જણાતા તેઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.પ્રસૂતાના કપરા સમયમાં 108 ઇમરજન્સી એમ્બયુલેસ સંકટમોચન બનીને આવી હતી. જયારે એક તરફ 108ના પાયલોટ તેમજ ઈએમટી ની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સૌ કોઈએ બિરદાવી હતી.

આમ દાહોદ જિલ્લાના આંતરિયાળ દુર્ગમ વિસ્તારોમાં દર્દીઓના સમયમાં 108 આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે.

 

 

error: Content is protected !!