સિંગવડ તાલુકા ની સસ્તા અનાજની રેશનિંગની દુકાનોમાં ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં ઘઉં ચોખા વગેરે અનાજ આપવામાં આવતું નહીં.જ્યારે સરકારશ્રી દ્વારા નક્કી કર્યા મુજબનું રેશનકાર્ડ અનાજ ન અપાતા રેશનકાર્ડ ધારકો બૂમો ઉઠવા પામી છે.જ્યારે તેમના રેશનકાર્ડમાં બધું સરકારશ્રી નકકી કર્યા મુજબ લખી દેવામાં આવે છે.આ ગામડાની ભોળી અને નીરક્ષર પ્રજાને ખબર નહિ પડતા તેમનો અમુક રેશનીંગની દુકાનદારો દ્વારા સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચી નાખવામાં આવે છે.જ્યારે રેશનીંગ દુકાનદાર દ્વારા કાર્ડ ધારકોને કૂપન પણ આપવામાં આવતી નથી તથા તે કુપન તેમના પાસે જ રાખવામાં આવે છે તેના લીધે રેશનકાર્ડ ધારકોને તેમનો રેશનકાર્ડ માં કેટલું અનાજ છે.તે ખબર પડતી નથી.જ્યારે અંત્યોદય કે બીપીએલ રેશનીંગ કાર્ડ ધારકોને 15 કિલો ઘઉં અને 10 કિલો થી 15 કિલો ચોખા આપવામાં આવે છે.તેના લીધે રેશનકાર્ડ ધારકને સોસાવાનો વારો આવે છે.આ સરકારી અનાજ ઓછું આપીને બીજુ વધુ અનાજ કાળાબજારમાં ઊંચા ભાવમાં વેચી દેવામાં આવે છે જ્યારે ઘણી સસ્તા અનાજની દુકાનોમાં તો હમણાં જાન્યુઆરી મહિનાનો માલ તાલુકામાં ઘણી દુકાનમાં તો આપવામાં આવ્યો જ નથી. તથા માલ રેશનકાર્ડ ધારકોને નહીં આપીને તે બધો ઊંચા ભાવે બારોબાર કરી દેવામાં આવ્યો હતો જ્યારે આવી દુકાનદારો દ્વારા મહિનામાં માલ નહીં અપાતા ગામડાની ગરીબ પ્રજાની શું પરિસ્થિતિ થાય તે તો ગામડાંની પ્રજા જાણે તેમ છે તથા ઘણી સરકારી દુકાનદારો દ્વારા ચણા જેવી વસ્તુઓ તોલીને નહીં આપતા ખાલી વાટકાથી ભરીને આપી દેવામાં આવે છે.જ્યારે ગ્રાહકો દ્વારા કહેવામાં આવે છે કે તોળી ને આપો તો સરકારી દુકાન ના સંચાલક દ્વારા તમારે લેવું હોય તો લો નહીં તો કંઈ નહી એમ કહી ને ધમકાવવામાં આવે છે તેના કારણે ગામડાની ગરીબ પ્રજાને આ ચણા લેવા માટે મજબૂર થવું પડે છે તો આ સરકારી રેશનિંગ દુકાનદારોની સામે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી ગામડાની પ્રજાને માંગ છે