સંતરામપુર નગરપાલિકા માં આજરોજ નગરપાલિકાના પ્રમુખ સુનિતાબેન ખાતે નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સભ્યોની સામાન્ય સભા યોજાઈ હતી.આ તમામનું હાર્દિક સ્વાગત કર્યું હતું.સામાન્ય સભામાં સંતરામપુર નગરના વિકાસના કામોનું આયોજન કરવામાં આવેલ હતું.અને સંતરામપુર નગરના રજૂઆતના કેટલાક પ્રશ્નોને નિકાલ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી.આ સામાન્ય સભામાં વીડિયોગ્રાફી સાથે સભા યોજવામાં આવી હતી.અને પ્રમુખે સુનીતાબેન ખાટ અને ઉપપ્રમુખ હિતેશભાઈ ઉપાધ્યાય જણાવેલું કે તમારા મત વિસ્તારના જે પણ પ્રશ્ન હોય તમામ પ્રશ્નો વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે. તમામ સભ્યોને જણાવેલું કે તમામ સભ્ય તમારા વિસ્તારમાં કોઈપણ પ્રકારની કામગીરી હોય અમે કામ કર્યું અને સંપૂર્ણ પૂરું પણ કરીશું અને સાથે આ સામાન્ય સભામાં સભ્યોની સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં વિકાસના કામોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને આ સભાની અંદર નગરપાલિકાના ચીફ ઓફિસર દિલીપ ભાઈ હઠીલા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુનીતાબેન ખાટ તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.