ચૂંટણીનો ચકરાવો…..સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો કાઉન્ટડાઉન શરૂ:દાહોદ જિલ્લામાં ત્રિપાંખિયો જંગ જામવાના એંધાણ..

Editor Dahod Live
3 Min Read

રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૩

રાજ્યના ચૂંટણીપંચ દ્વારા આજરોજ પ્રેસ કોન્ફ્રન્સ કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખ જાહેર કરતાની સાથે રાજ્યમાં  આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. તેમજ આગામી ૨૬મી જાન્યુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દાહોદ ખાતે ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લેનાર છે.ત્યારે દાહોદ જિલ્લામાં રાજકીય પક્ષો ૨૬ જાન્યુઆરીની ઉજવણીની સાથે સાથે રાજકીય હિલચાલો પણ વધવા માંગી છે. મુખ્યમંત્રી સહીત રાજ્યના અન્ય મંત્રીઓ તેમજ અધિકારીઓ પણ દાહોદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે.ત્યારે આ સોનેરી તક નો લાભ ખાટી લેવા નગરપાલિકા તેમજ પંચાયતોની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી મજબૂત કરવા માટે ટિકિટ વાંછુંકો પોતાના રાજકીય ગોડ ફાધરોના શરણે પડ્યા છે. તેવામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રસપ્રદ જંગ જામવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

દાહોદમાં પ્રમુખ રાજકીય પક્ષોની સાથે ત્રીજા પક્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવતા ત્રિપાખિયો જંગ જામવાના એંધાણ 

દાહોદ ભાજપ – કોંગ્રેસની સાથે સાથે ત્રીજા વિકલ્પ તરીકે આપ પાર્ટી પણ મેદાનમાં ઉતરતાં આ વખતો ચુંટણીનો જંગ રાજકીય પાર્ટીઓ માટે જીતવા માટે ચુનોતી સાબીત થનાર છે.ત્યારે ઘણી પાર્ટીઓ દ્વારા ટીકીટ મેળવવા પણ ધમપછાડાઓ કરતાં જાેવા મળી રહ્યાં છે.તેવામાં ત્રિપાંખિયા જંગમાં કોણ મેદાન મારશે તે હાલ કહેવું અશક્ય છે.

 દાહોદ નગરપાલિકામાં સત્તાના સિંહાસન પર બિરાજમાન થવા રાજકીય પક્ષો પર દબાણ વધ્યું:ટિકિટ ના મળવાના પરિણામ સ્વરૂપ વર્ચસ્વ ધરાવતા લીડરો અપક્ષનો ટ્રમ્પ કાર્ડ રમી રાજકીય પક્ષોના ખેલ બગાડશે 

 દાહોદ જિલ્લાના રાજકીય પક્ષો પણ એક્શનમાં આવી ગયાં છે.ટીકીટ મેળવવા પોત પોતાની લાગવગો પણ લગાવી રહ્યાં છે. રાજકીય પક્ષો દ્વારા ચુંટણીમાં ઉતરવાની સાથે સાથે મલાઈદાર ખાતાઓ તરફ પણ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છેmઅને આ સાથે ઉચ્ચસ્તરીય રજુઆતો સહિત લાગ વગોનો દોર પણ આરંભ કરી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.બીજી તરફ અંગત વર્તુળોમાંથી જાણવા મળ્યા અનુસાર, આ વખતે તમામ રાજકીય પક્ષો દ્વારા ૩૬માંથી ૩૦ – ૩૨ સીટો પર પોતાનો કબજાે મેળવવા ધમપછાડાઓ સહિત કામગીરીમાં પણ લાગી ગઈ છે. છેલ્લા પંદર વર્ષથી કે ૨૦ થી દાહોદ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે.અને હાલ પણ આવનાર ચુંટણીમાં પોતાનો કબજાે મેળવવા ૩૦ થી ૩૨ સીટો પર કબજાે મેળવવા ધમપછાડાઓ કરી રહ્યાં છે અને તેઓના ગોડફાધરો તરફથી ૩૬ એ ૩૬ સીટો પણ કબજાે મેળવાનું દબાણ પણ પાલિકાના રાજકારણને કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે શું આ સીટો પર કબજાે મેળવી શકશે કે નહીં? તે જાેવાનું રહ્યું.જોકે રાત દિવસ પક્ષ જોડે વફાદાર રહી પોતાના વિસ્તારમાં વર્ષો જમાવનાર આગેવાનો દ્વારા પણ ટિકિટોની માંગણી કરતા ખુદ પાર્ટીના મોવડી મંડળ પણ અંદરો અંદરનો વિખવાદ ખાળી કોને ટિકિટ આપવી અને કોની ટિકિટ કાપવી તેને લઈને અવઢવમાં છે. તેવા સંજોગોમાં પોતાના વિસ્તારમાં વર્ચસ્વ ધરાવનાર આગેવાનો પણ ટિકિટ ન મળવાના પરિણામ સ્વરૂપ બગાવત કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી રાજકીય પાર્ટીઓના ખેલ બગાડવાના સંકેતો પણ જોવા મળી રહ્યા છે.

Share This Article