દાહોદ પોલીસના સહાયતા કેન્દ્રો હાઇવે રોબરીને ડામવામાં રહ્યા સફળ,ઇંદોર હાઇવે ઉપર બનાવાયેલા પોલીસ સહાયતા કેન્દ્રો અને સતત પેટ્રોલિંગને પરિણામે વર્ષ ૨૦૨૦માં લૂંટધાડને એક પણ ઘટના ના બની
દાહોદ તા.19
હાઇવે પર રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરતી પોલિસ વાન
કાળી અંધારી રાતમાં જો તમે ગોધરા તરફથી ઇન્દોર હાઇવે ઉપર થઇ દાહોદ આવતા હો અને ભથવાડા ટોલપ્લાઝા પાસે કોઇ પોલીસ જવાન તમારી પાસે આવીને કહે કે અમે કહીએ પછી આગળ જજો. પોલીસની આ સૂચના ચિંતાનું કોઇ કારણ નથી પણ, દાહોદ જિલ્લાના પોલીસ દ્વારા હાઇવે સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલા અભિયાનનો એક ભાગ છે. દાહોદ પોલીસના સહાયતા કેન્દ્રોને પરિણામે હાઇવે પર લૂંટની ઘટના બનવાનું અટકી ગયું છે.
પોલિસ સહાયતા કેન્દ્ર પર હાજર પોલિસ જવાનો
ઇંદોર હાઇવે ઉપર બનેલી લૂંટ અને ધાડની ઘટનાની છાનબીન કરતા દાહોદ પોલીસને કેટલીક બાબતો ધ્યાને આવી. ભથવાડા ટોલ પ્લાઝાથી વડોદરા કે અમદાવાદ તરફના કોઇ એક સ્થળેથી જ લૂંટારૂઓ પોતાના શિકારને પસંદ કરતા હતા. વાહન કોઇ સ્થળે રોકાઇ એટલે તેમાં રહેલા મુસાફરો પાસેથી કેટલો દલ્લો મળે એમ છે ? એનો અંદાજ કાઢવામાં આવે અને ભથવાડા ટોલ પ્લાઝાથી આગળ વાહન આવે એટલે લૂંટારૂઓ તેમાં પંચર પાડી દેતા. વાહન રોકાઇ એટલે લૂંટારૂ ટોળકી આવી વાહનમાં રહેલા પ્રવાસીઓને માર મારી લૂંટી હાઇવેની બન્ને બાજુના જંગલના અંધારામાં ઓગળી જતાં હતા.
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર દિવસ દરમિયાન પેટ્રોલિંગ કરતી પોલીસ પેટ્રોલિંગ વાન
હવેની વાત છે રસપ્રદ છે. હાઇવે ઉપર પ્રવાસીઓને ભરી પીવા ગોધરા રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનોજ શશિધરન અને દાહોદ જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી હિતેશ જોયસરે એક પ્લાન બનાવ્યો અને શરૂ થયા રાજ્યમાં અન્ય કોઇ જિલ્લામાં ન હોય એવા પોલીસ સહાયતા કેન્દ્રો ! જેને વર્તમાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ. એસ. ભરાડાએ પણ પોતાના અનુભવોને આધારે વૈચારિક બળ પૂરૂ પાડ્યું અને હાઇવે રોબરીને ડામવા માટે દાહોદ પોલીસના આ અભિયાનને વધુ સઘન બનાવ્યું હતું.
શું છે પોલીસ સહાયતા કેન્દ્રો ? એ વાત જાણીએ.
રેન્જ આઈ.જી.પી :- એમ.એસ ભરાડા