Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં ચૂંટણી સમીક્ષા બેઠક યોજાઇ

ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં ચૂંટણી સમીક્ષા બેઠક યોજાઇ

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં ચૂંટણી સમીક્ષા બેઠક યોજાઇ,ફતેપુરા તાલુકા ની 6 જિલ્લા પંચાયત બેઠક અને 28 તાલુકા પંચાયતની બેઠક યોજાનાર ચૂંટણી માટે ની સમીક્ષા બેઠક યોજાઇ

ફતેપુરા તા.13

નાયબ કલેકટર એસ.ડી.એમ દાહોદ અને ચૂંટણી અધિકારી ગામીતની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
હતી.ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ મામલતદાર કચેરીના સભાખંડમાં ફતેપુરા તાલુકામાં સમાવિષ્ટ 6 જિલ્લા પંચાયત ની બેઠકો અને તાલુકા પંચાયતની ૨૮ બેઠકો માટેની ચૂંટણીની સમીક્ષા બેઠક નાયબ કલેકટર એસ ડી એમ દાહોદ અને ફતેપુરા તાલુકા ચૂંટણી અધિકારી ગામીતની અધ્યક્ષતામાં ચૂંટણી સમીક્ષા બેઠક યોજાઇ હતી.જેમાં મામલતદાર એન આર પરમાર તાલુકા વિકાસ અધિકારી પી.એસ અમલીયાર નાયબ મામલતદાર એન.આર.પારગી નાયબ મામલતદાર વિપુલકુમાર ભરવાડ નાયબ તાલુકા વિકાસ અધિકારી એમ બી પટેલ સુખસર પી.એસ.આઇ ફતેપુરા પોલીસ આંકડા અધિકારી તાવિયાડ વગેરે હાજર રહ્યા હતા.ફતેપુરા તાલુકામાં સમાવેશ જિલ્લા પંચાયતની 6 બેઠકો અને તાલુકા પંચાયતની ૨૮ બેઠકોની ચૂંટણી 198 મતદાન મથકો પર મતદાન યોજાશે.જેમાં સંવેદનશીલ અતિસંવેદનશીલ મતદાન મથકોની ચર્ચા-વિચાર ના કરવામાં આવી હતી મતદાન મથકો ન કર્મચારીને તાલીમ મતદાન મથકમાં ચૂંટણી લક્ષી સગવડો મતદાન મથક સુધી જવા માટેનો માર્ગ મતદાન મથક ઉપર જવા આવવા માટે વાહનો ની જરૂરિયાત વગેરે બાબતોની વિગત વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવેલ હતી

error: Content is protected !!