સિંગવડ તાલુકા ની ૮ પીએચસીના તમામ કર્મચારીઓ હડતાલમાં ઉતર્યા:દર્દીઓ સારવાર માટે અટવાયા

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તા.12

સિંગવડ તાલુકા ની ૮ પીએચસીના તમામ કર્મચારીઓ હડતાલમાં ઉતર્યા સિંગવડ તાલુકાની દાસા હાંડી છાપરવડ સરજુમી પહાડ મેથાણ પતંગડી તથા સુડીયા પીએચસીના જિલ્લા પંચાયત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દાહોદ વર્ગ-૩ના તમામ કેડરના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી જતાં તમામ પી.એસ.સી આ તમામ કર્મચારીઓની માંગ સરકાર દ્વારા પૂરી કરાઈ નહીં હોવાથી તથા ગ્રેડ પે પગાર વધારો તથા સળંગ નોકરી વગેરે બાબતના લીધે આ જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા.તથા આઉટસોર્સના તમામ કર્મચારીઓ દ્વારા એક દિવસની માસ સીએલ પર ગયેલ હતા.આ કર્મચારીઓ અચોક્કસ મુદત હડતાળ પર ઉતરવાથી તમામ પીએસસી ના ડોક્ટરને તથા પેશન્ટોને આ તકલીફનો સામનો ઉઠાવો પડ્યો હતો.તથા ડોક્ટરોને આ કર્મચારીઓના તમામ કામો પોતે કરવાનો વારો આવ્યો હતો.તથા આ જીલ્લા પંચાયતના સરકારી કર્મચારીઓ દ્વારા દાહોદ ખાતે જઈને જિલ્લા પંચાયતમાં રેલી કાઢવામાં આવી હતી તથા તમામ કર્મચારી ની માગણી સંતોષાય તેવી આ કર્મચારીઓની રજૂઆત હતી

Share This Article