ફતેપુરા તાલુકા તેમજ સંજેલી તાલુકાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું,૧૨૯ વિધાનસભા માં સમાવિષ્ટ ફતેપુરા તાલુકા તેમજ સંજેલી તાલુકાના 3445. 50 લાખનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

Editor Dahod Live
2 Min Read
બાબુ સોલંકી :- સુખસર/શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકા તેમજ સંજેલી તાલુકાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું,૧૨૯ વિધાનસભા માં સમાવિષ્ટ ફતેપુરા તાલુકા તેમજ સંજેલી તાલુકાના 3445. 50 લાખનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ફતેપુરા તા.12

ફતેપુરા તાલુકામાં રસ્તાનું કામ બ્રીઝ સ્લેબ ડૂઈન ગ્રામ પંચાયત ઘર વગેરે કામોનું કામ ખાતમુહૂર્ત કરતા સંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય રમેશભાઈ કટારા ૧૨૯ વિધાનસભામાં સમાવિષ્ટ ફતેપુરા તાલુકાના તેમજ સંજેલી તાલુકાના સમાવિષ્ટ ગામોમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત સંસદ સભ્ય દાહોદ જશવંતસિંહ ભાભોર દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ પારગી ફતેપૂરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન પ્રફુલભાઈ ડામોર દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ ડોક્ટર અશ્વિનભાઈ પારગી ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તા   ચુનીલાલ ચરપોટ મામલતદાર વી.એન.પરમાર તાલુકા વિકાસ અધિકારી પી.એસ.આમલીયાર નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત મ અને મ પેટા વિભાગ ઝાલોદ. સી.ડી.પી.ઓ કોમલ બેન દેસાઈ વંદિતાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જે તે વિસ્તારના સરપંચશ્રીઓ ડેપ્યુટી સરપંચ શ્રી ગ્રામ પંચાયતના સભ્યશ્રી ઓ પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યશ્રી ઓ ની પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય શ્રીઓ ગ્રામજનો હાજર રહ્યા હતા ફતેપુરા તાલુકાના તેમજ સંજેલી તાલુકાના સમાવિષ્ટ ગામો માં રસ્તાનું કામ બ્રિજ સ્લેબ ગ્રામ પંચાયત ઘર સ્ટેટ રોડ વગેરે મળીને ફુલ 25 કામોનું રૂપિયા 3445 .50 લાખનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ ઝેર આંગણવાડી 1 કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ બાળકોને મહાનુભવોના હસ્તે સુખડી નું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share This Article