Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષણ સમિતિ દાહોદ ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો

દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષણ સમિતિ દાહોદ ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષણ સમિતિ દાહોદ ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો:ફતેપુરા તાલુકા સંજેલી તાલુકો અને સિંગવડ તાલુકાના શિક્ષકોએ રક્તદાન કર્યો:૩ તાલુકાના 58 શિક્ષકોએ કરેલ રક્તદાન:ધારાસભ્ય રમેશભાઈ કટારાએ રક્તદાન કેમ્પનું કરેલું ઉદ્ઘાટન

ફતેપુરા તા.11

દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષણ સમિતિ દાહોદ ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો

દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ અને શિક્ષણ સમિતિ દાહોદના સંયુક્ત ઉપક્રમે સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી કન્યા શાળામાં ફતેપુરા તાલુકા સંજેલી તાલુકા તેમજ સિંગવડ તાલુકાના શિક્ષકોનું રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેનુ ઉદ્ઘાટન ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા કરેલ હતું.જેમાં સિનિયર મંત્રી ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ રમેશભાઇ મછાર દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઈ રેડ ક્રોસ સોસાયટી દાહોદના ચેરમેન વાઇસ ચેરમેન તેમજ સહમંત્રી એન કે પરમાર તથા સ્ટાફ ગણ હાજર રહેલ હતું ફતેપુરા તાલુકાના 13 શિક્ષકો સંજેલી તાલુકાના 38 શિક્ષકો તેમજ સિંગવડ તાલુકાના 7 શિક્ષકો મળીને ૫૮ શિક્ષકો એ રક્તદાન કર્યું હતું તમામ રક્તદાન કરતા શિક્ષકોને પ્રમાણપત્ર તેમજ ગિફ્ટ ઈન્ડીયન રેડકોસ સોસાયટી દાહોદ તેમજ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવેલ હતું

error: Content is protected !!