Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરામાં મકરસંક્રાંતિને લઈને તડામાર તૈયારીઓ,પતંગ અને દોરી લેવા બજારમાં ભારે ભીડ,ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લાગતા સ્થાનિક દોરીઓમાં થયો વધારો…

ફતેપુરામાં મકરસંક્રાંતિને લઈને તડામાર તૈયારીઓ,પતંગ અને દોરી લેવા બજારમાં ભારે ભીડ,ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લાગતા સ્થાનિક દોરીઓમાં થયો વધારો…

 વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

ફતેપુરામાં મકરસંક્રાંતિને લઈને તડામાર તૈયારીઓ,પતંગ અને દોરી લેવા બજારમાં ભારે ભીડ,ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લાગતા સ્થાનિક દોરીઓમાં થયો વધારો

ફતેપુરા તા.11

ફતેપુરામાં મકરસંક્રાંતિને લઈને તડામાર તૈયારીઓ,પતંગ અને દોરી લેવા બજારમાં ભારે ભીડ,ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લાગતા સ્થાનિક દોરીઓમાં થયો વધારો...કોરોના મહામારી ના કારણે દરેક તહેવારો પર ગ્રહણ લાગી ગયું છે.ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ફતેપુરા નગરમાં વિવિધ વિસ્તારોમાં પતંગ રસિકો પોતાની દોરી પાકી કરવા માટે બજારમાં ભારે ભીડ જોવા મળી હતી.હાલ સમગ્ર વિશ્વમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લાદવાથી સ્થાનિક દોરીઓની બોલબાલા વધી ગઈ હતી.પતંગ રસિકો પોતાની દોરી પાકી કરાવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.ત્યારે ગુજરાત સરકારની ગાઈડ લાઈન પ્રમાણે મકરસંક્રાંતિની ઉજવણી થાય તેઓ આયોજન પણ કરવામાં આવી રહ્યું હતું.મોટી સંખ્યામાં નગરમાં પતંગો તેમજ બ્યુગલોનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે લોકો અવનવા નવા બ્યુગલો તેમજ માસ્કની ખરીદી કરતા નજરે પડ્યા હતા.આ વખતે ધાબા પર પરિવારના સભ્યો સિવાય મોટી સંખ્યામાં ભેગા થવા પર પ્રતિબંધ છે તેમ જ સાઉન્ડ સિસ્ટમ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે આવા સમયે પણ નગરમાં પતંગ રસિકો પતંગો ખરીદવા માટે પણ ભારે ભીડ જોવા મળી રહી છે.

error: Content is protected !!