Saturday, 23/11/2024
Dark Mode

ફતેપુરા-સંજેલી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાત વર્ષથી વધુ સમયના રી કાર્પેટ ન થયેલ હોય તેવા રાજ્ય તથા પંચાયત હસ્તકના ૧૦૯ રસ્તાઓ,કુલ રૂપિયા ૪૯.૩૬ કરોડના કામો મંજૂર કરાયા

ફતેપુરા-સંજેલી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાત વર્ષથી વધુ સમયના રી કાર્પેટ ન થયેલ હોય તેવા રાજ્ય તથા પંચાયત હસ્તકના ૧૦૯ રસ્તાઓ,કુલ રૂપિયા ૪૯.૩૬ કરોડના કામો મંજૂર કરાયા
બાબુ સોલંકી, સુખસર /શબ્બીર સુનેલવાલ :-ફતેપુરા 

દાહોદ જિલ્લાના ફતેપુરા-સંજેલી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રી-કાર્પેટ માટે રાજ્ય તથા પંચાયત હસ્તકના રસ્તાઓને મંજૂરી,ફતેપુરા તથા સંજેલી તાલુકામાં સાત વર્ષથી વધુ સમયના રી કાર્પેટ ન થયેલ હોય તેવા રાજ્ય તથા પંચાયત હસ્તકના ૧૦૯ રસ્તાઓ,કુલ રૂપિયા ૪૯.૩૬ કરોડના કામો મંજૂર કરાયા.

સુખસર/ફતેપુરા,તા.૮

૧૨૯,વિધાનસભા મતવિસ્તારના ફતેપુરા તથા સંજેલી તાલુકાના ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા રસ્તાઓની કામગીરી માટે રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી.તેના અનુસંધાને માર્ગ અને મકાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લાના ફતેપુરા સંજેલી તાલુકામાં ગત સાત વર્ષથી વધુ સમયના રી-કાર્પેટ ન થયેલ હોય તેવા રસ્તાઓની કામગીરી માટે રાજ્ય હસ્તકના રૂપિયા ૧૮.૭૯ કરોડના રસ્તાઓ અને પંચાયત હસ્તકના રૂપિયા ૩૦.૫૭ કરોડના રસ્તાઓના કુલ રૂપિયા ૪૯.૩૬ કરોડના કામોને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી હોવાનું જાણવા મળે છે. અને આ રસ્તાઓની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે તેમ જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ પંચાયત પ્રભાગના સાત વર્ષથી વધુ સમયના રી-કાર્પેટ કરવાના થતા રસ્તાઓમાં ફતેપુરા તાલુકાના કાળીયા હોળી ફળિયા રોડ,નાની બારા ધોળી ટોપલી,ઘાટાવાડા મોટી ઢઢેલી સબ સેન્ટર રોડ,નવાગામ વડવાસ ,સુખસર જવેસી ફતેપુરા,વલુંડા થી છાલોર સ્કૂલ સુધી, મોટીરેલ નાનીરેલ રોડ, નીંદકા અપ્રોચ રોડ,છાલોર જગોલા જલાઈ રોડ, નવાગામ કાચલા ફળિયા, વાગડ હોળી ફળિયા,પાટી ટીંબા વસઈ રોડ,ડુંગર ઘાટી ફળિયા,ઘુઘસ કુંડ ફળિયા,સલરા ભુતખેડી ફળિયા, માધવા ઊજડીયા ફળિયા રોડ,જાલોર વલરા ફળિયા, ભોજેલા વાડી ફળિયા, ભોજેલા બેટાડીયા ફળિયા, લખણપુર જાંબાસર,ડુંગરા ઘુઘસ ગડી ફળિયા રોડ,વટલી વાંગડ ગારાડીયા ફળિયા,વલુંડી રેલ્વે ટેન્ક રોડ,વાવડી કરમેલ નાકા ફળિયા,ડબલારા થી કાળા કાચલા રોડ,નાનાસરણાયા ડુંગરભીત ફળિયા,મોટીઢઢેલી સુકી દેવી ફળિયા,મોટીરેલ સીમાડા ફળિયા, જવેસી તળાવ ફળિયા, વાસીયાકુઈ ભાભોર ફળિયા,મોટીનાદુકણ ડીંડોર ફળિયા,નાના સરણાયા ડુંગર ભીત ફળિયા રોડ,મોલારા બટકવાડા રોડ, કુંડલા છાત્રાલય થી કુડલા સ્કૂલ રોડ, બારા ઇંટા રોડ,પીપલારા બાર સાલેડા રોડ,ડુંગર ખજુરીયા ઝેર ફાળીયા રોડ, મારગાળા ઈરીગેશન ટેન્ક રોડ,ઢઢેલા- માધવા ફતેગડી રોડ,મોટીઢઢેલી પટેલ ફળિયા,લખણપુર થી માતા ફળિયા રોડ,વાંગડ મેન રોડથી ગરાડિયા પ્રાથમિક શાળા રોડ,વાંગડ અપ્રોચ રોડ, કંથાગર સાગડાપાડા,રૂપાખેડા ચીખલી રોડ,ઘાટાવાડા થી મોટીઢઢેલી બારિયા ફળિયા પ્રાથમિક શાળા રોડ, મોટીરેલ પંચાયત ઘરથી હનુમાન ફળિયાનીંદકા રોડ,વાસીયા દવાખાના ફળિયાથી ધાવડી ફળીયા,લવારિયા પ્રાથમિક શાળા અપ્રોચ રોડ,મોલી પાટિયાથી ભૂરા કુવા પતેલા રોડ, ગસલી ભમેલા રોડ,હિન્દોલીયા સાકીયા ફળિયા રોડ, કરમેલ ગરાસીયા ફળિયા,કરમેલ સકવાડા ફળિયા,કાળીયા સીમાડા ફળિયા રોડ, ઢઢેલા નિસરતા ફળિયા રોડ,ધુધસ બારીયા ફળિયા, પાટવેલ તળ ગામ ફળિયા,વાવડી કરમેલ નાકા ફળિયા, ઘુઘસ નળવા ફળિયા રોડ,વલુંડી નાની શેરો ફળિયા,સલરા ડામોર ફળિયા, ઘુઘસ તળાવ ફળિયા,ઢઢેલા ખૂટા ફળિયા,ઘુઘસ હોળી ફળિયા, વાઘવડલા મકવાણા ફળિયા,હડમત કુંડલા હોળી ફળિયા,ભોજેલા વાણિયા ફળિયા થી મુવાડી ફળિયા રોડ,બલૈયા થી મોર પીપળા રોડ,ડુંગર છાયા ફળિયા રોડ,રાવળના વરુણા રાવળ ફળિયા રોડ,ઝાબ ખાટીયા ફળિયા રોડ,મોટીરેલ ખેડા ફળિયા, વડવાસ શેરી ફળિયા રોડ, વાગડ બુટેલા ફળિયા, નીંદકા લીંબાખેડી ફળિયા,નીંદકા તળગામ ફળિયા, સરસવા ડીંડોર ફળિયા,આસપુર ચંદાણા ફળિયા,નાની ઢઢેલી કટારા ફળિયા,કંથાગર મહાદેવ ફળિયા, ઘાણીખુટ નાગથુવેર રોડ,મારગાળા હોળી ફળિયા રોડ,વટલી સિંગજી કટારા રોડ,ખાતરપુરના મુવાડા ભગોરા ફળિયા રોડ,નાનાસરણાયા અપ્રોચ રોડ,ડુંગર દરબોડ ફળિયા રોડ,નાની ઢઢેલી મછાર ફળિયા બોરીદા,શેરો ક્રોસિંગ થી વાંગડ રોડ,લીંબડીયા હનુમાન મંદિરથી માતા ફળિયા રોડ, નાનીરેલ પ્રાથમિક શાળા રોડ,પીપલારા પ્રાથમિક શાળા રોડ,ટાઢીગોળી અપ્રોચ રોડ,મારગાળા સરપંચ મકાન રોડ, ગરાડુ ઘાણીખુટ રોડથી ઝાલોદ ખુંટા રોડ,હિન્દોલીયા અપ્રોચ રોડ ભોજેલા આંબેલા, બારિયાની હાથોડ અપ્રોચ રોડ,સલરા અમલીયાર ફળિયા થી મહાદેવ રોડ,જલઇ કસુંબરથી રાજસ્થાન બોર્ડર રોડ,પાડલીયા બારીયા ફળિયા રોડ વિગેરે રસ્તાઓની મંજૂરી આપવામાં આવી છે. અને આ તમામ રસ્તાઓ ની રૂપિયા-૩૦.૫૭ કરોડ ના કામો મંજુર કરવામાં આવ્યા છે
જ્યારે રાજ્ય પ્રભાગ પત્રક-૧ મુજબ સાત વર્ષથી રિસરફેસ ન થયેલ રસ્તાઓ ની પણ મંજૂરી આપવામાં આવેલ છે તેમાં કદવાલ સંજેલી પીછોડા રોડ, કદવાલ સંજેલી પીછોડા સહીત ઝાલોદ ગરાડુ બારા ફતેપુરા બટકવાડા રસ્તાઓની પણ રૂપિયા-૧૮.૭૯ કરોડ ના ખર્ચે કામગીરી શરૂ થનાર છે. આમ ફતેપુરા તથા સંજેલી તાલુકામાં રસ્તાઓની કામગીરી માટે સરકાર દ્વારા કુલ રૂપિયા-૪૯.૩૬ કરોડ રૂપિયાના રસ્તાઓના કામો મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છ. આ તમામ રસ્તાઓની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારોમાં નવીન રસ્તાઓ તથા રી- કાર્પેટ કરવાની મંજૂરી મળતા પ્રજામાં આનંદની લાગણી છવાઈ ગઈ હોવાનું જાણવા મળે છે.તેમજ આ રસ્તાઓની કામગીરી સરકારના નિયમોનુસાર થાય તેવી પ્રજાની લાગણી અને માંગણી પણ જોવા મળે છે.

error: Content is protected !!