ફતેપુરામાં CDPO દ્વારા આંગણવાડીના બાળકોને સુખડીનું વિતરણ કરાયું

Editor Dahod Live
1 Min Read

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

 ફતેપુરા તાલુકાના ફતેપુરા વિસ્તારમાં CDPO  કોમલ બેન દેસાઈ  દ્વારા આંગણવાડી માં જઈને બાળકોને સુખડી નું વિતરણ કરવામાં આવ્યું

 ફતેપુરા તા.08

ફતેપુરા તાલુકાના ફતેપુરા વિસ્તારમાં આવેલા આંગણવાડીમાં જઈને સરકારશ્રીના નિયમ આદેશ મુજબ દર ગુરુવારે આંગણવાડીમાં જઈને આંગણવાડી બાળકોને સુખડીનું વિતરણ કરવાનું હોય છે.હાલમાં દેશ તેમજ દુનિયામાં કોરોના મહામારી ચાલતી હોય તેવા સમયે આંગણવાડીના બાળકો આરોગ્ય લક્ષી ખોરાકથી વંચિત ના રહે એ માટે સરકારશ્રીના આદેશ મુજબ દર ગુરુવારે આંગણવાડી બાળકોને સુખડીનું વિતરણ ફરવાનું હોય આજરોજ ગુરૂવારના રોજ ફતેપુરાના CDPO કોમલ બેન દેસાઈ ફતેપુરા તાલુકાના ભીચોર ગામે જઈને આંગણવાડી બાળકોને સુખડીનું વિતરણ કરેલ હતું.

Share This Article