Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરાથી માનગઢ વાયા ગઢરા જવાનો રસ્તો બિસ્માર હાલતમાં…

ફતેપુરાથી માનગઢ વાયા ગઢરા જવાનો રસ્તો બિસ્માર હાલતમાં…

વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

ફતેપુરાથી માનગઢ વાયા ગઢરા જવાનો રસ્તો બિસ્માર હાલતમાં માનગઢ પ્રવાસે જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો

ફતેપુરા તા.03

ફતેપુરા તાલુકા તેમજ સંતરામપુર તાલુકાની મધ્યમાં આવેલું માનગઢ ધામ જ્યા ગુરુ ગોવિંદની ધૂણી આવેલી છે.તેમજ તે વિસ્તારને હિલ સ્ટેશન છે.ત્યાં મોટાભાગના લોકો પ્રવાસે આવતા હોય છે.ત્યારે ફતેપુરા તાલુકાના લોકોને માનગઢ જવા માટે વાયા બટકવાડા થઈને જવું પડતું હોય છે.જે 10 થી 12 કિલોમીટર નો વધારાનો રન કાપવો  પડતો હોય છે.જ્યારે ફતેપુરાથી ડુંગર થઈ ગઢડા થઈ અને માનગઢ જવા માટે ઓછા સમયમાં માનગઢ ધામ ખાતે પહોંચી જવાય છે.ત્યારે

ફતેપુરાથી માનગઢ વાયા ગઢરા જવાનો રસ્તો બિસ્માર હાલતમાં...માનગઢ જવાના રસ્તા ઉપર મોસ મોટા ખાડા પડી જવાથી તેમજ આજુબાજુ જાડી ઝાખરા થઇ જવાથી પ્રવાસ કરતા મુસાફરોની હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.જ્યારે માનગઢ જવાનો રસ્તો સીંગલપટ્ટી હોવાથી ગાડીની સાઇટ આપવાની પણ મુશ્કેલી પડે છે.તો આગળથી ગાડી આવતી હોય તો પોતાની ગાડી બાજુમાં ઉભી રાખવાની ફરજ પડે છે. ત્યારે આવા રસ્તાને ડબલ પટ્ટી બનાવવાની તાતી જરૂર છે.માનગઢ ધામ ખાતે દર પૂનમે મોટાભાગના લોકો માનગઢધામ જતા હોય છે. તો મોટાભાગના સહેલાણીઓ પણ માનગઢ ધામ ખાતે આવતા હોય છે.ત્યારે માનગઢ ધામ ખાતે જવા માટે ફતેપુરાથી માનગઢ ધામ સુધી નવો રસ્તો બને તો મુસાફરોને મુશ્કેલી નો સામનો કરવો પડે નહીં તાત્કાલિક રસ્તો બનાવે તેવી લોકમાંગ ઉઠી છે.

error: Content is protected !!