ફતેપુરા નગરમાં કોંગ્રેસ  સમિતિ દ્વારા 136 માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી

Editor Dahod Live
2 Min Read

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તા.28

ફતેપુરા નગરમાં કોંગ્રેસ  સમિતિ દ્વારા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી, કાર્યાલય પર  ધ્વજને ધ્વજ વંદન કરવામાં આવ્યું,તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તા જોડાયા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય પર તેમજ ગુજરાત રાજ્યના કોંગ્રેસ સમિતિના મંત્રીશ્રી ના રહેઠાણ સ્થળ પર કોંગ્રેસ પક્ષના 136 માં સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી કરી કોંગ્રેસ પક્ષના ધ્વજને સલામી આપવામાં આવેલ હતી. તે.રાતે કોંગ્રેસ પક્ષનો આજરોજ 136 માં સ્થાપના દિવસ હોય ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ પરમારની આગેવાની હેઠળ ઉજવણી કરવામાં આવી હતી.તેમજ પક્ષના ધ્વજને ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગુજરાત રાજ્ય ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી રઘુભાઈ મછાર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ઘનશ્યામભાઈ મછાર તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અલ્પેશભાઈ બરજોડ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો તાલુકા પંચાયતના પૂર્વ સભ્યો કોંગ્રેસના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.કોંગ્રેસને સ્થાપના થવાને 136 વર્ષ થયા હોય તેની સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી તેમજ કોંગ્રેસ પક્ષના ધ્વજને ચિન્હ ને સલામી આપવામાં આવી હતી ગુજરાત રાજ્ય કોંગ્રેસ પાર્ટીના મંત્રી રઘુભાઈ મછાર કોંગ્રેસ પક્ષના 136 માં સ્થાપના દિવસની શુભકામના પાઠવી ભારત દેશ ના સાચા અર્થમાં સમાનતા બિનસાંપ્રદાયિકતા સ્વતંત્ અને બંધારણ મૂલ્યોનું સિંચન કરનાર પક્ષની વિચારધારાને ગામે ગામ ઘરે ઘર સુધી પહોંચાડવા માટે સંકલ્પ લેવડાવી આહવાન કર્યું હતું

Share This Article