કપિલ સાધુ :- સંજેલી
સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે સુશાસન દિવસ નિમિત્તે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો.
સંજેલી તા.25
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇના જન્મ દિને ઉજવાતા સુશાસન દિન નિમિત્તે સંજેલી તાલુકા પંચાયત મથકે માજી તાલુકા પ્રમુખની અધ્યક્ષતામાં કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો.જેમા મામલતદાર ,નાયબ ટીડીઓ ,જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ,.વિસ્તરણ અધિકારી, પશુપાલન અધિકારી,ગ્રામસેવક,માજી જીલ્લાસભ્ય,માજી તાલુકા સભ્યો તાલુકાના કર્મચારીઓ સહિતની ઉપસ્થિતિમાં કૃષિ વિભાગની વિવિધ યોજના અંતર્ગત તાલુકામાં લાભાર્થીઓને કીટ તેમજ મંજુરી ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ટેમ્પરેચર ગનથી ટેમ્પ્રેચર તેમજ સેનિટાઈજેશન અને માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું.