Saturday, 12/07/2025
Dark Mode

સુખસરમાં કિસાન નિધિના નાણાં લેવા ખેડૂતોના ટોળા ઉમટ્યા:શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

સુખસરમાં કિસાન નિધિના નાણાં લેવા ખેડૂતોના ટોળા ઉમટ્યા:શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

હિતેશ કલાલ :- સુખસર 

સુખસરમાં કિસાન નિધિના નાણાં લેવા ખેડૂતોના ટોળા ઉમટ્યા,ગ્રામીણ વિસ્તારના બેંક મિત્રોએ સુખસરમાં દુકાનો ખોલી દેતા ખેડૂતો અટવાયા,બે દિવસ બેંક માં રજા હોવાથી ખાનગી સેન્ટરો પર ટોળા જામ્યા.

 સુખસર.તા.26

સુખસરમાં કિસાન નિધિના નાણાં લેવા ખેડૂતોના ટોળા ઉમટ્યા:શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરાદાહોદ જિલ્લા સહિત દેશભરમાં ખેડૂતોને પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત સાત મો હપ્તો જમા કરી દેવાયો છે જેને લઇને નાણા ઉપાડવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે બે દિવસ બેંક માં રજા હોવાથી ખાનગી સેન્ટરો પર ટોળા જામી રહ્યા છે.

           ફતેપુરા તાલુકામાં પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં સાત મો હપ્તો જમા કરી દેવાયો છે શુક્રવારે બપોરના સમયે જ નાણાં ખેડૂતોના ખાતામાં જમા કરી દેવાયા હતા શુક્રવાર સાંજથી જ ખેડૂતો દ્વારા નાણાં ઉપાડવા ની શરૂઆત કરી દેવાઈ છે બે દિવસ બેંક માં રજા હોવાથી ખાનગી સેન્ટરો પર નાણા ઉપાડવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે સુખસર બેંક ઓફ બરોડાના ગ્રામીણ વિસ્તારના બેંક મિત્રો ગ્રામીણ વિસ્તારમાં જવાને બદલે સુખસરમાં દુકાન ખોલીને બેસી ગયા હોવાથી ગ્રામીણ વિસ્તારના ખેડૂતોને અટવાવાનો વારો આવ્યો છે. હાલમાં સુખસર ના ખાનગી સેન્ટર ઉપર નાણા ઉપાડવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો ના ટોળા જામી રહ્યા છે જેમાં સોશિયલ સાયન્સ નો ભંગ થતો હોવાનું જોવા મળી રહ્યું છે જેથી વહીવટી તંત્ર દ્વારા ગ્રામીણ વિસ્તારના બેંક મિત્રોને પોતાના સેજા ના વિસ્તારમાં મોકલવામાં આવે તેવી ખેડૂતોની માંગ થઇ રહી છે.

error: Content is protected !!