
ફતેપુરા તાલુકા કક્ષાનો સુશાસન દિવસ ની ઉજવણી અને ખેડૂત સન્માન કાર્યક્રમ ફતેપુરા એપીએમસી ખાતે યોજાયો હતો જેમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા ચેરમેન પ્રફુલભાઈ ડામોર ભાજપના કાર્યકર્તા રમેશભાઈ કટારા તાલુકા વિકાસ અધિકારી મામલતદાર શહીદ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન નો પ્રવચન બાયોસેક મારફતે સંભળાવવામાં આવ્યું હતું ત્યારબાદ ખેડૂતોને વિવિધ યોજનાની કીટ તેમજ પ્રોત્સાહક ઈનામની રકમ ચેક સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત લાભાર્થીઓને સાધન સહાય પણ વિતરણ કરાઇ હતી ધારાસભ્ય રમેશભાઈ કટારા જણાવ્યું હતું કે ખેડૂત પકવેલું અનાજ દેશના ગમે તે ખૂણામાં જઈને વેચી શકશે અને તેના નાણાં સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે ટેકાના ભાવે વધુ ભાવો મળશે ખેતી દરમિયાન નુકસાન થાય તો વીમા કવચ પણ ખેડૂતોને મળી રહ્યું છે તેમજ અન્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
