શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં તાલુકાના સરપંચોને તેમજ મહેસુલ તલાટીઓને મીટીંગ યોજાઇ,મામલતદાર પી.એન પરમારને અધ્યક્ષતામાં મતદાર યાદી ઓનલાઇન વારસાઈ તેમજ કોરોના માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં ફતેપુરા તાલુકાના સરપંચશ્રીઓ તેમજ મહેસુલ તલાટીઓ ને મીટીંગ મામલતદાર પી.એન.પરમાર દ્વારા લેવામાં આવેલ હતી જેમાં તાલુકાના મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ તેમજ મહેસુલ તલાટીશ્રીઓ હાજર રહ્યા હતા મિટિંગમાં કોરોનાવાયરસ મતદાર યાદી તેમજ ઓનલાઇન વારસાઈ માટેની વિસ્તૃત ચર્ચા વિચારણાના કરવામાં આવેલ હતી હાલમાં દેશ અને દુનિયામાં કોરોનાવાયરસ સંક્રમણ ફેલાતો હોય તેમાં ફતેપુરા તાલુકા પણ બાકાત ન હોય ફતેપુરા તાલુકામાં કોરોના વાયરસના સંક્રમણ ઓછામાં ઓછુ ફેલાય તે માટે સરપંચશ્રીઓ એ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ગામડાઓમાં યોજાતા લગ્ન પ્રસંગે 100 માણસોથી વધુ માણસો ભેગા ના થાય તે માટે ધ્યાન રાખવું તેમજ હાલમાં મતદાર યાદી સુધારણા તેમજ નવીન નામો મતદારયાદીમાં દાખલ કરવા નામો કમી કરવા નામો માં સુધારા વધારા કરવા વગેરે કાર્યક્રમ ચાલતા હોય જેમની ઉંમર 18 વર્ષ પૂર્ણ થતી હોય એવા મતદારો ઓનલાઇન મતદારયાદીમાં નવીન નામો દાખલ કરી શકશે તેમજ તારીખ 6.12.2020 તથા 13.12.2020 બી એલ ઓ મતદાન મથક પર હાજર રહી મતદારયાદીમાં સુધારા-વધારા તેમજ નવીન નામો મતદાર યાદી માં દાખલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે તેમજ વારસાઈ માટે જે તે ગ્રામપંચાયત કચેરી ઓનલાઇન વારસાઈ થઈ શકે છે.તેની માટેની વિસ્તૃત જાણકારી મામલતદારશ્રી દ્વારા તાલુકાના સરપંચશ્રીઓને અને મહેસૂલી તલાટીશ્રી આપવામાં આવેલ હતી.