ફતેપુરામાં ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગતાં બળીને ખાખ,ઝાલોદ નગરપાલિકાનો બંબો બોલાવી આગ ઉપર કાબુ મેળવ્યો,ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી ટ્રકને છાલોર નદી પાસે વેળામાં ઉતારી દીધી
ફતેપુરાના ઝાલોદ નાકા પાસે એક ઘાસ ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગતાં ટ્રકમાં સવાર ડ્રાઇવર સમય સુચકતા વાપરી છાલોર નદી પાસે આવેલ એક વેળામાં ઊભી રાખી દીધી હતી ત્યારબાદ સ્થાનિક લોકોની મદદથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઝાલોદથી ફાયર ફાઈટર બોલાવતા આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગનું વિકરાળ સ્વરૂપ હોવાના કારણે આગ ઉપર કાબૂ મેળવે તે પહેલા ટ્રક ભરેલ ઘાસ બળીને ખાખ થઇ ગયુ હતું.