દે.બારિયામાં પાનના ગલ્લાંની આડમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી:1, 47, 350 ના મુદ્દામાલ સાથે ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી એકને જેલભેગો કર્યો

Editor Dahod Live
1 Min Read
  • મઝહર અલી મકરાણી :-, દે.બારીયા  

દાહોદ જિલ્લાના દેવગઢબારીયામાં ઘાટીફળિયા વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ રેડ કરતાં એક લાખથી વધુનો વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડયો,વિદેશી દારૂની અલગ અલગ માર્કની ૮૪૩ બોટલ ઝડપી પાડ્યો,રોકડ ૨૫,૪૦૦/- તેમજ ૧૫,૦૦૦/-નો મોબાઈલ મળી કુલ ૧,૪૭,૩૫૦/- પચાસ મુદ્દામાલ ઝડપી પાડયો.

દે.બારીયા તા.21

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરના ઘાટી ફળિયા વિસ્તારમાં રહેતો એક ઈસમ દ્વારા વિદેશી દારૂનો વ્યેપલો કરતો હોવાની બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સ રેડ કરતા વિદેશી દારૂ સહિત રોકડ મોબાઈલ મળી કુલ ૧,૪૭,૩૫૦/- મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા નગરના ઘાટી ફળિયા વિસ્તારમાં વિદેશી દારૂનો વ્યેપલો ચાલતો હોવાની બાતમી સ્ટેટ વિજિલન્સને મળતા તારીખ ૨૧ નવેમ્બરના રોજ સાંજના સમયે રેડ કરતા બુટલેગર અંકિત બારીયા તેના ગલ્લા ઉપર બેઠેલો હતો અને તે ઝડપાઇ ગયેલ ત્યારે આસપાસ તપાસ કરતાં ઝાડી-ઝાંખરા માંથી અલગ અલગ માર્કની વિદેશી દારૂની બોટલો નંગ ૮૪૩ કિંમત રૂપિયા ૧,૦૬,૯૫૦/- તેમજ રોકડ રૂપિયા ૨૫,૪૦૦/- અને એક મોબાઇલ કે રૂપિયા ૧૫,૦૦૦/- કુલ મળી ૧,૪૭,૩૫૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી પોલીસે પ્રોહી એક્ટ મુજબનો ગુનો નોંધી અંકિતકુમાર બારીયાને જેલના સળિયા પાછળ ધકેલી સુનીલ પ્રદીપસિંહ બારીયા, દેવાભાઈ ભીખાભાઈ બારીયા બંન્ને રહે. દેવગઢ બારિયા તેમજ વિદેશી દારૂનો જથ્થો આપનાર લીમડીનો ડિમ્પલ જેનું પૂરું નામ નહિ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article