ફતેપુરા તાલુકામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું,ફતેપુરા મામલતદાર પી.એન પરમારે મતદાન મથકે સરપ્રાઈઝ મુલાકાત લીધી

Editor Dahod Live
1 Min Read

  વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું,ફતેપુરા મામલતદાર પી.એન પરમારે મતદાન મથકે સરપ્રાઈઝ મુલાકાત લીધી

ફતેપુરા તા.22

ફતેપુરા તાલુકામાં આજરોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ફતેપુરા તાલુકાની દરેક મતદાન મથકમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો ઝુંબેશ ચાલુ રહ્યો છે.ત્યારે આજરોજ ફતેપુરા તાલુકા કુમારશાળા મતદાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો હતો.ત્યારે બી.એલ.ઓ શૈલેષભાઈ પ્રજાપતિ નિરવભાઈ શેઠ અને કમલેશભાઇ પ્રજાપતિ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરી રહ્યા હતા.ત્યારે ફતેપુરા મામલતદાર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.તે દરમિયાન ફતેપુરા તાલુકા કુમાર શાળામાં બી.એલ.ઓ.ની ફરજ બજાવતા શિક્ષકો દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ મતદારો પાસે મતદાર આઇડી મા સુધારો વધારો નામ વધારો તેમજ જરૂરી સુધારા-વધારા કરી રહ્યા છે કે કેમ તે દરમિયાન મામલતદાર પી.એન પરમારે ઓચિંતી મુલાકાત લીધી હતી મતદાન મથકમાં જરૂરી આધાર પુરાવા છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી.મતદાર યાદી સુધારણા વધારા કાર્યક્રમ 22.11.2020 થી 15.12.2020 સુધી ચાલવામાં આવ આવવાનો છે.ત્યારે મતદારયાદીમાં નામમાં સુધારો વધારો તેમજ નવું નામ ઉમેરવા માટે પોતાના બી એલ ઓ નો સંપર્ક કરવાનુ જણાવવામાં આવ્યું હતું

Share This Article