Friday, 09/05/2025
Dark Mode

ફતેપુરાથી જોડીયા નવી બસ શરૂ થતા મુસાફરોમાં આનંદ છવાયો,ગોધરાના વિજિલન્સ અધિકારી દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી.

ફતેપુરાથી જોડીયા નવી બસ શરૂ થતા મુસાફરોમાં આનંદ છવાયો,ગોધરાના વિજિલન્સ અધિકારી દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી.

વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

ફતેપુરાથી જોડીયા નવી બસ શરૂ થતા મુસાફરોમાં આનંદ,ગોધરાના વિજિલન્સ અધિકારી દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી.

ફતેપુરા તા.23

ફતેપુરા એસટી બસ સ્ટેશન બન્યા પછી ઘણી નવી બસો ચાલુ થઈ છે.ત્યારે આજરોજ એક નવી બસ ચાલુ કરતા મુસાફરોમાં આનંદ છવાયો હતો.મુસાફરોની ઘણા લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખીને ફતેપુરા થી જોડીયા જતી નવી બસ સાંજના ૫.૩૦ ક્લ્લાકે ફતેપુરા થી જોડીયા જવા રવાના થશે તો જોડિયા થી ફતેપુરા ૭.૩૦ ક્લ્લાકે જવા રવાના થશે આ નવી બસ ચાલુ થતાં બસમાં મુસાફરી કરતા મુસાફરો ને સરળતાથી મુસાફરી કરી શકસે ગોધરા ડિવિઝનની અને ઝાલોદ ડેપોની એસટી બસ વિજિલન્સ અધિકારી સુરેશભાઈ પારગી દ્વારા બસને લીલીઝંડી આપી રવાના કરવામાં આવી હતી.બસ ને રવાના કરતા પહેલા શ્રીફળ અને મીઠાઇ વહેંચીને મુસાફરોને બસમાં બેસાડવામાં આવ્યા હતા.તો કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને સમગ્ર બસમાં સેનેટાઈઝર કરવામાં આવ્યું હતું તો મુસાફરોને પણ સોશિયલ ડિસ્ટન્સ  જાળવીને બેસાડવામાં આવ્યા હતા.તે સમયે એસટી બસના ડ્રાઇવર જાલમ ભાઈ ડામોર અને કંડક્ટર દ્વારા મુસાફરોની તેમની બેસવાની વ્યવસ્થા પ્રમાણે વ્યવસ્થા કરી આપી હતી. ફતેપુરા થી અમદાવાદ અને રાજકોટ જતા મુસાફરો ને મોટાભાગે લાભ થય તેમ છે.

error: Content is protected !!