Thursday, 21/11/2024
Dark Mode

દે.બારીયા:ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત ભથવાડા ટોલનાકા પર એલપીજી ગેસ ભરેલા ટેન્કરને અકસ્માત નડતા ગેસ ગળતર ચાલુ થયો:અગ્નિશામક દળના લાશ્કરો ઘટના સ્થળ પર:ટોલનાકું ખાલી કરાવી નેશનલ હાઈવે બંધ કરી ટ્રાફિકને ડાયવર્ટ કરાયો

દે.બારીયા:ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત ભથવાડા ટોલનાકા પર એલપીજી ગેસ ભરેલા ટેન્કરને અકસ્માત નડતા ગેસ ગળતર ચાલુ થયો:અગ્નિશામક દળના લાશ્કરો ઘટના સ્થળ પર:ટોલનાકું ખાલી કરાવી નેશનલ હાઈવે બંધ કરી ટ્રાફિકને ડાયવર્ટ કરાયો
 દીપેશ દોશી,દાહોદ/મઝહર અલી મકરાણી,બારીયા  

દે.બારીયા:ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત ભથવાડા ટોલનાકા પર એલપીજી ગેસ ભરેલા ટેન્કરને અકસ્માત નડતા ગેસ ગળતર ચાલુ થયો:અગ્નિશામક દળના લાશ્કરો ઘટના સ્થળ પર:ટોલનાકું ખાલી કરાવી નેશનલ હાઈવે બંધ કરી ટ્રાફિકને ડાયવર્ટ કરાયો, સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં

દાહોદ/ દે.બારીયા તા.18

દે. બારીયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર એલપીજી ગેસ ભરેલા ટેન્કર હાઈવેની સાઈડમાં ઉતરી જતા ગેસ ગળતર ચાલુ થઇ જવા પામતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નહોતી જોકે ઘટનાની જાણ ફાયર પોલીસને કરાતા પોલિસે હંગામી ધોરણે હાઇવે બંધ કરી ટ્રાફિકને બારીયા તરફ ડાયવર્ટ કર્યા હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે. બારીયા તાલુકાના સંતરોડ ભથવાડા નજીકથી પસાર થતાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત ટોલનાકા પર આજરોજ સાંજના સુમારે ગોધરાથી એલપીજી ગેસ ભરેલો ટેન્કર દાહોદ તરફ જઈ રહ્યો હતો.તે સમયે ટોલનાકું પાર કરી ટેન્કરના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર હાઇવેની સાઈડમાં ઉતરી જતા ટેન્કરમાંથી અચાનક ગેસ ગળતર ચાલુ થઇ જતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ટોલનાકાના કર્મચારીઓએ સમય સુચકતા વાપરી ટોલનાકાની લાઈટો બંધ કરી આ બનાવની જાણ દાહોદ તેમજ દે. બારીયા અગ્નિશામક દળ તેમજ પોલીસને કરતા પોલીસે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હંગામી ધોરણે નેશનલ હાઈવે બંધ કરી ટ્રાફિકને બારીયા તરફ ડ્રાઇવર કર્યો હતો. અને ગેસ ગળતર ચાલુ હોવાથી અગ્નિશામક દળ દ્વારા ગેસ ગળતર ને બંધ કરવાની કામગીરીમાં જોતરાઈ ગઈ હતી.

error: Content is protected !!