સીંગવડ:બેસતાવર્ષ ના ટાણે પૌરાણિક ભમરેચી માતાના મંદિરે દર્શનાર્થીઓની ભીડ જામી

Editor Dahod Live
1 Min Read

 કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તા.16

સિંગવડ તાલુકાના કબુતરી નદીના કિનારે આવેલા પૌરાણિક ભમરેચી માતાના મંદિરે દર્શાથીયોની ભીડ જામી

સિંગવડ તાલુકાના કબુતરી નદીના કિનારે આવેલા પૌરાણિક ભમરેચી માતાનું મંદિર આવેલું હોય અને સીંગવડ તથા આજુબાજુના ગામડાઓમાંથી નવા વર્ષના દિવસે ભમરેચી માતાના દર્શન કરીને નવા વર્ષ શુભારમ કરતા હોય છે.તથા ભમરેચી માતામાં એક શ્રદ્ધા હોવાથી સવારે ૪ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી ભમરેચી માતાના મંદિરમાં ભક્તોની દર્શન કરવાની ભીડ ચાલતી હોવાના કારણે એક મેળા જેવું લાગવા માંડ્યું છે.દિવસેને દિવસે ભમરેચી માતાના દર્શનાર્થીઓની ભીડ પણ વધવા માંડી હોય તેમ લાગે છે.તથા ઘણા ભક્તો નવા વર્ષના દિવસે નવી ગાડી લાવતા હોય છે.તે પણ ભમરેચી માતાના મંદિરે લઈ જઈને પૂજા કરાવી ને પછી ઘરે લઈ જાય છે.ભમરેચી માતા પર સિંગવડ તથા બીજા ગામોના ભક્તોની પણ અતૂટ શ્રદ્ધા છે તથા સાચા હૃદયથી ભમરેચી માતાની યાદ કરીને જે પણ કાર્ય કરવામાં આવે છે તે પરિપૂર્ણ થાય છે તથા આ નવા વર્ષના દિવસે માતાના ભકતો ની ભીડ વધતી જાય છે તથા રણધીકપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે પ્રજાપતિ તથા સ્ટાફ દ્વારા ભમરેચી માતા ના મંદિર તથા બજારમાં બંદોબસ્ત ગોઠવીને લોકોને ટ્રાફિકની સમસ્યા નહીં થાય તેના માટે રણધીકપુર પોલીસ દ્વારા નવા વર્ષનો દિવસ પણ તેમની ફરજ પૂરી કરવામાં આવી હતી.

Share This Article