ફતેપુરા:દિવાળી ટાણે ખરીદી માટે માનવ મહેરામણ ઉમટયું:તહેવારના ઉત્સવમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનું ભૂલ્યા: કોરોના સંક્રમણ વધવાની સેવાતી ભીતી

Editor Dahod Live
1 Min Read

    શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તા.13

ફતેપુરા નગરમાં દિવાળીના તહેવારને લઈને ખરીદી માટે ઉમટી પડેલ માનવ મહેરામણતહેવારના ઉત્સવમાં લોકો સોશિયલ ડીસ્ટનસ અને માસ્ક  પહેરવાનું ભૂલ્યા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં દિવાળીના તહેવારને લઈને ખરીદી માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.નગરના વિવિધ બજારોમાં આવેલ બુટ ચંપલની દુકાન કરિયાણાની દુકાન દરજીની દુકાન ફટાકડાની દુકાન રંગબેરંગી રંગોલી માટેના કલરની દુકાન કપડા વાળાની દુકાન વગેરે દુકાન ઉપર ખરીદી કરવા માટે ગ્રાહકોની ભીડ જોવા મળતી હતી.તહેવારના અતિ ઉત્સવ માં આવેલ લોકો કોરોના જતો રહ્યો

હોય તેમ સોશિયલ ડિસ્ટન્સ  તેમજ માસ્ક  પહેરવાનું ભૂલ્યા હતા. નગરમાં ઠેર ઠેર ખરીદી કર માટે લોકો દુકાનો ઉપર ઉમટી પડેલ જોવા મળતા હતા હિન્દુ સમાજના સૌથી મોટા પવિત્ર તહેવાર દિવાળી અને બેસતા વર્ષનો હોય લોકોમાં ઉત્સાહ જોવા મળતો હતો ગણતરીના એક-બે દિવસ તહેવારને બાકી હોય ખરીદી નીકળતા વેપારીઓમાં આનંદ જોવા મળતો હતો

Share This Article