Sunday, 19/01/2025
Dark Mode

ઝાલોદ:પાલિકા ઉપ પ્રમુખની હત્યાનો મામલો:ચારેય આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા

ઝાલોદ:પાલિકા ઉપ પ્રમુખની હત્યાનો મામલો:ચારેય આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લાના ઝાલોદના નગરપાલિકાના કાઉન્સીલર હિરેન પટેલના મોતને માર્ગ અકસ્માતમાં ખપાવવા ગોધરાકાંડના આરોપી સહિત ચાર જણાએ ઓગતરૂ કાવતરૂ રચી હિરેન પટેલને મોતને ઘાટ ઉતાર્યા હોવાની આરોપીઓની કબુલાત બાદ આ ચારેય આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા બાદ આજે ફરી આ ચારેય આરોપીઓના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. આ વધુ ચાર દિવસના રિમાન્ડ દરમ્યાન અનેક રહસ્યો પરથી પડદા ઉચકાશે તેવી આશાઓ સાથે હિરેન પટેલના સ્વજનો સહિત ઝાલોદ નગરવાસીઓમાં ઉત્સુકતા સાથે મૃતક હિરેન પટેલને ન્યાય મળશે તેવી આશાઓ સેવી રહ્યા છે.

ઝાલોદ:પાલિકા ઉપ પ્રમુખની હત્યાનો મામલો:ચારેય આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યાહિરેન પટેલની હત્યા કરનાર ચારેય આરોપીના ફોટો 

૨૦૦૨ના ગોધરા કાંડના કુખ્યાત આરોપી ઈરફાન સીરાજ પાડા, સજ્જનસિંગ ઉર્ફે કરણ વિક્રમસિંહ ચૌહાણ (રહે.મધ્યપ્રદેશ), અજય હિંમત કલાલ (રહે.ઝાલોદ) અને મહોમ્મદસમીર મહોમ્મદ સહેજાદ મુજાવર (રહે.મધ્યપ્રદેશ) નાએ એકબીજાના મેળાપીપણામાં અજય કલાલે ઈરફાન પાડાને ઝાલોદના કાઉન્સીલર હિરેન પટેલને મોતને ઘાટ ઉતારવા સોપારી આપી હતી. આ બાદ ઈરફાન પાડાએ સજ્જનસિંહ ચૌહાણ અને મહોમ્મદસમીર મુજાવરની મદદ લઈ હિરેન પટેલને ગત તા.૨૭મી સપ્ટેમ્બરના રોજ મોર્નિંગ  વોક માટે નીકળ્યા હતા.તે સમયે બોલેરો ડાલાની અડફેટે લઈ અકસ્માત સર્જી મોતને ઘાટ ઉતાર્યાે હતો. આ સમગ્ર પ્રકરણ બાદ ઉપરોક્ત ચારેય આરોપીઓને દાહોદ જિલ્લા પોલીસની સંયુક્ત કામગીરી દરમ્યાન ઝડપી પાડતા આ આરોપીઓએ હિરેન પટેલને મોતને ઘાટ ઉતાર્યાે હોવાની કબુલાત પણ કરી હતી.અને ત્યાર બાદ તેઓને વિડીયો કોન્ફરન્સ મારફતે ૭ દિવસના રિમાન્ડ પર લીધા હતા.આજે આ ચારેય આરોપીઓના સાત દિવસના રિમાન્ડ પુરા થતાં પુનઃ તપાસ કરતી પોલીસે રિમાન્ડની માંગણી કરતાં વધુ ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. કહેવાય છે કે, હિરેન પટેલની હત્યાના સોદાગરો દાહોદ પોલીસની તપાસોના સકંજાઓમાંથી હવે બહુ દુર નથી.

—————————————

error: Content is protected !!