સંજેલી નગરમાં માસ્ક વિના ફરતા લોકો પર તાલુકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી કાર્યવાહી હાથ ધરાઈ.
સંજેલી તા.22
સંજેલી તાલુકા પંચાયતના અધિકારી તાલુકા વિકાસ અધિકારી એસ.જે.ભરવાડ તેમજ મામલતદાર પી.આઈ.પટેલ તેમજ નાયબ મામલતદાર સુજલ ચોધરી અને સ્ટાફ સાથે સંજેલી પોલીસ મથકના પી.એસ.આઈ આર.કે. રાઠવા તેમજ પોલીસ સ્ટાફ સાથે રાખીને સંજેલી ના બજારોમાં માસ્ક વિનાના વેપારીઓ તેમજ વાહન ચાલકોની સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવી હતી.જેમાં આઠ જેટલા માસ્ક વિના મળી આવેલ લોકોને જાહેરનામાના ભંગ બદલ દંડનીય કાર્યવાહી કરી તેમને આઠ હાજર રૂપિયાનો દંડ ફટકારવા માં આવ્યો હતો …