Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં વાહનચાલકોની ગફલતના કારણે બે અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં એક બાળક સહીત બે વ્યક્તિઓ કાળનો કોળિયો બન્યા:અન્ય એક ઈજાગ્રસ્ત

દાહોદ જિલ્લામાં વાહનચાલકોની ગફલતના કારણે બે અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં એક બાળક સહીત બે વ્યક્તિઓ કાળનો કોળિયો બન્યા:અન્ય એક ઈજાગ્રસ્ત

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૩

દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બનેલા બે બનાવોમાં એક ૩ વર્ષીય માસુમ સહિત બેના મોત નીપજ્યાનું જ્યારે એકને ઈજાઓ પહોંચ્યાનું જાણવા મળે છે ત્યારે અકસ્માત સર્જનાર વાહન ચાલકો ફરાર થઈ જતાં પોલીસે તેઓની ધરપકડના ચક્રો પણ ગતિમાન કર્યા છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ધાનપુર તાલુકાના ભોરવા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૧૧મી ઓક્ટોબરના રોજ ગામમાં ડોઝગર ફળિયામાં રહેતા કલ્પેશભાઈ વીરાભાઈ સંગાડાનો ૩ વર્ષીય પુત્ર આકાશભાઈ રસ્તાની સાઈડમાં રમતો હતો ત્યારે આ દરમ્યાન એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ૩ વર્ષીય આકાશને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં આકાશને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી અને પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાતા આકાશનું સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે કલ્પેશભાઈ વીરાભાઈ સંગાડાએ મોટરસાઈકલના ચાલક વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના પાણીવાસણ ગામે બનવા પામ્યો હતો જેમાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ઘોઘા ગામે નાયક ફળિયામાં રહેતા વજાભાઈ હીરાભાઈ નાયક તથા પ્રભાતભાઈ વેચાતભાઈ નાયક આ બંન્ને જણા ગત તા.૧૧મી ઓક્ટોબરના રોજ પાણીવાસણ ગામેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઉપરોક્ત બંન્ને વ્યક્તિઓને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં પ્રભાતભાઈને શરીરે તથા માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે લઈ જવાતા સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજતાં આ સંબંધે વજાભાઈ હીરાભાઈ નાયકે આ સંબંધે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

——————————————————-

દાહોદ તા.૧૩
દાહોદ તાલુકાના બોરડી ઈનામી ગામેથી એક વ્યક્તિની ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલ ઉઠાંતરી થતાં પોલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.

બોરડી ઈનામી ગામે મંદિર ફળિયામાં રહેતા મેહુલભાઈ પારસીંગભાઈ બીલવાળે ગત તા.૨૭મી સપ્ટેમ્બરના રોજ પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા મોટરસાઈકલ ચોરોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે મેહુલભાઈ પારસીંગભાઈ બીલવાળે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

———————————

error: Content is protected !!