Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં ખાલી પડેલી મધ્યાહન ભોજન સંચાલકની નિમુણક બાબતે નિયમ વિરૂદ્ધ પસંદગી કરાતાં ગાંધીનગર સુધી રજૂઆત કરાઈ

ફતેપુરા તાલુકામાં ખાલી પડેલી મધ્યાહન ભોજન સંચાલકની નિમુણક બાબતે નિયમ વિરૂદ્ધ પસંદગી કરાતાં ગાંધીનગર સુધી રજૂઆત કરાઈ

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ, તા.૧ર

ફતેપુરા તાલુકામાં હાલ કેટલીક પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલ મધ્યાન ભોજન સંચાલકની નિમણૂક બાબતે કેટલાક ઉમેદવારોને અન્યાય થયો હોવા બાબતે રજૂઆતો કરવામાં આવી રહી છે.તેવી જ રીતે ઘુઘસના હોળી ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં નિયમોને બાજુ ઉપર રાખી અન્ય ગામના ઉમેદવારને પસંદગી આપવામાં આવતા તેની સ્થાનિકથી લઈ ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ગુગસ ગામે આવેલ હોળી ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક ની જગ્યા ખાલી પડતાં તેની જાહેરાત આપવામાં આવી હતી જેમાં નિમણૂક મેળવવા માટે છ જેટલા ઉમેદવારોએ અરજીઓ કરેલ હતી જેમાં ગુગસ ગ્રામ પંચાયત સિવાયના ખોટા ગ્રામ પંચાયત માં આવતા ઉમેદવાર નિબંધ અટ્ઠરટ્ઠહ ભોજન સંચાલક તરીકે નિમણૂક આપવામાં આવેલ હોવાની રજૂઆત કરી જણાવ્યું છે કે ગુગસ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થતા ખુંટા ગ્રામ પંચાયત જુદી પડતા આ ઘુઘસ ગ્રામ પંચાયતનો વહીવટ પણ અલગ ચાલે છે.જ્યારે હાલ હોળી ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક તરીકે ગામના ઉમેદવારોની બાદબાકી કરી ખુંટા ગામના ઉમેદવારને નિમણૂક આપવામાં આવેલ છે.તેમજ પસંદગી કરવામાં આવેલ ઉમેદવાર ઘુઘસના હોળી ફળિયા વર્ગ પ્રાથમિક શાળાથી ત્રણ થી ચાર કિલોમીટર દૂરના અંતરના પાડોશી ગામના ઉમેદવારની ઉમેદવારી માન્ય રાખવામાં આવી છે. ત્યારે મેરીટમાં આવતા અને સ્થાનિક ઉમેદવારની બાદબાકી કરવામાં આવતા તેની સ્થાનિક થી લઈ ગાંધીનગર સુધી ન્યાય મેળવવા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

બોક્સ ઃ ચારેલ હંસાબેન પારસીંગભાઈ (સ્થાનિક ઉમેદવાર ઘુઘસ )
અમારા ઘુઘસ હોળી ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં મધ્યાન ભોજન સંચાલકની નિમણુંક મેળવવા અમો છ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.જેમાં મારું રહેઠાણ શાળાથી માત્ર ૫૦૦ મીટર દૂરના અંતરે આવેલ છે.તેમજ લાયકાતની દ્રષ્ટિએ પણ મેરીટમાં મારો પ્રથમ નંબર આવે છે.તેમ છતાં મારી બાદબાકી કરી અમારા ગામ બહારના ઉમેદવારની ગેરકાયદેસર નિમણૂક કરી અમો સાથે અન્યાય કરવામાં આવેલ છે.જેના લીધે અમોએ ગાંધીનગર ખાતે રજૂઆત કરી છે.અને ના છુટકે અમારે કાયદા નું શરણું પણ લેવું પડશે.પરંતુ આ ન્યાય મેળવીને જ જંપીશું.
//

error: Content is protected !!