દાહોદ:19 વર્ષીય આશાસ્પદ યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

Editor Dahod Live
1 Min Read

  નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.12

દાહોદ શહેરના બસ સ્ટેશનની સામે આવેલ ચાલીનો રહેવાસી એક 19 વર્ષીય યુવકે તેના ઘરના ચોથા માળે આવેલા રસોડાની છતના હુકમાં ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મરણજનાર ભાવેશનોં ફાઈલ ફોટો 

વધુ મળતી માહિતી અનુસાર દાહોદ શહેરના બસ સ્ટેશનની સામે આવેલ યાદવચાલીનો રહેવાસી ઇલેક્ટ્રિશિયનનો છૂટક કામ કરતો 19 વર્ષીય ભાવેશ ઉર્ફે મહાવીર રાજુભાઈ યાદવ નામક યુવકે ગતરાત્રે દોઢથી અઢી વાગ્યાના અરસામાં ઘરમાં ચોથા માળે આવેલા રસોડાની હુકમાં ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.જોકે પરિવારના સભ્યોને બનાવની જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરતા પોલિસે મૃતકનો કબ્જો લઇ પીએમ અર્થે સિવિલ હોસ્પીટલ ખાતે મોકલી આપ્યો હતો.ઘરના યુવાન છોકરાના અકાળે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા પરિવારજનો ઘેરા આઘાતમાં સરી પડ્યા હતા.હાલ આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.પરંતુ આ યુવકનો તેમના જ ચાલીમાં રહેતી એક યુવતી જોડે આંખ મળી જતા યુવતીના પિતાએ મરણજનાર યુવકને ઠપકો આપી લાંપટ છાપટ મારી હોવાની વાતો સ્થાનિક લોકો દ્વારા વહેતી થઇ છે.ત્યારે પોલિસ હાલ આ મામલામાં તપાસમાં જોતરાઈ ગઈ છે.

Share This Article