જીગ્નેશ બારીયા / નીલ ડોડીયાર :- દાહોદ
દાહોદ તા.૧૫
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં દાહોદ જિલ્લામાં ખેતિ નિયામક તરીકે ફરજ બજાવતા છોટાઉદેપુર જિલ્લામાં નાયબ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતાં ખેતીવાડી અધિકારીએ નસવાડી ખાતે એક બિન અધિકૃત જંતુ નાશક દવાનું વેચાણ કરતાં વેપારીને કારણ દર્શક નોટીસ ફટકાર્યા બાદ આ ખેતીવાડી અધિકારીએ નોટીસની પતાવટ બાબતે વેપારી પાસેથી રૂા.૨,૫૦,૦૦૦ લાખની લાંચ માંગણી કરતા પરંતુ અંતે દોઢ લાખ નક્કી થયા હતા પરંતુ આ જાગૃત વેપારી આ લાંચની રકમ આપવા માંગતો ન હોઈ તેણે એ.સી.બી.પોલીસનો સંપર્ક કરતાં આજરોજ નસવાડી ખાતે વડોદરા એ.સી.બી.ની ટીમે છટકું ગોઠવતા આ ખેતીવાડી અધિકારી દોઢ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતાં દાહોદ જિલ્લા ખેતીવાડીની કચેરી સહિત છોટાઉદેપુર ખેતીવાડી અધિકારીની ઓફિસોમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે જંતુ નાશક દવા, રાસાયણિક ખાતર,બિયારણની દુકાન ધરાવતો એક વેપારી વેચાણ કરતો હતો. આ બાબતની જાણ ખેતીવાડી અધિકારી યોગેશભાઈ જેઠાભાઈ અમીન, વર્ગ – ૨ (નાયબ ખેતી નિયામક, વિસ્તરણની કચેરી, છોટાઉદેપુર અને હાલ ખેતી નિયામક જમીન ચકાસણી પ્રયોગશાળા, દાહોદ,તા.જિ.દાહોદ) ને થઈ હતી. આ માટે આ ખેતીવાડી અધિકારી યોગેશભાઈએ આ વેપારીને આ સંદર્ભમાં કારણ દર્શક નોટિસ ફટકારી હતી જે નોટીસની પતાવટ માટે ખેતીવાડી અધિકારી યોગેશભાઈએ વેપારી પાસે રૂા.૨,૫૦,૦૦૦ લાખની લાંચની માંગણી કરી હતી પરંતુ રકઝકના અંતે રૂા.૧,૫૦,૦૦૦ આ ખેતીવાડી અધિકારીને આપવાનું નક્કી થયું હતુ પરંતુ આ બાદ પણ આ વેપારી લાંચની રકમ આપવા માંગતો ન હતો માટે તેણે એ.સી.બી.પોલીસનો સંપર્ક કર્યાે હતો. આ બાબતની જાણ વડોદરા એ.સી.બી. પોલીસ ઈન્સ્પેક્ટર જે.આર.ગામીતને થતાં તેઓ પોતાની ટીમને સાથે લઈ નસવાડી ખાતે પહોંચી ગયા હતા અને વેપારીને સાથે રાખી મેઈન બજારમાં આવેલ આ વેપારીની દુકાનની આસપાસ છટકુ ગોઠવ્યું હતુ. આ દરમ્યાન આ ખેતીવાડી અધિકારી યોજેશભાઈ ત્યા લાંચની રકમ સ્વીકારવા આવતા એ.સી.બી.ની ટીમે આ ખેતીવાડી અધિકારીને રૂા.દોઢ લાખની લાંચની રકમ સાથ રંગેહાથ ઝડપી પાડતા દાહોદ જિલ્લા સરકારી કચેરીઓ તેમજ છોટાઉદેપુરની સરકારી કચેરીઓમાં આ સમાચાર વાયુવેગે ફેલાતા સરકારી આલમના લાંચીયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ સમગ્ર મામલે વડોદરા એ.સી.બી.પોલીસે. આ ખેતીવાડી અધિકારી યોગેશભાઈ જેઠાભાઈ અમીન વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
—————————–