Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા પંથકમાં કોરોના સંક્રમણને નાથવા વહીવટીતંત્ર તેમજ વ્યાપારીઓ વચ્ચે મિટિંગ યોજાઈ

September 10, 2020
ફતેપુરા પંથકમાં કોરોના સંક્રમણને નાથવા વહીવટીતંત્ર તેમજ વ્યાપારીઓ વચ્ચે મિટિંગ યોજાઈ

  શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં વેપારી દુકાનદારોને મીટીંગ યોજવામાં આવી
મામલતદાર એન આર પારગી ની અધ્યક્ષતામાં મીટીંગ યોજવામાં આવી

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં મામલતદાર એન આર પારગીની અધ્યક્ષતામાં વેપારી દુકાનદારોની કોવિડ ૧૯ માટેની મીટીંગ યોજવામાં આવી હતી.જેમાં તાલુકા વિકાસ અધિકારી પી.એસ.અમલીયાર તાલુકા આરોગ્ય અધિકારી પી.એસ.આઇ ફતેપુરા પી.એસ.આઇ સુખસરના પ્રતિનિધિ ફતેપુરા ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ મનોજભાઇ કલાલ તેમજ તલાટીશ્રી તથા મોટી સંખ્યામાં દુકાનદાર વેપારીઓ હાજર રહ્યા હતા કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા માટે સરકારશ્રીના ગાઈડલાઈન તેમજ કલેકટર શ્રી દાહોદના જાહેર નામાં  અનુસાર કડક અમલવારી કરવા પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી હતી.તાલુકાના વેપારી દુકાનદારો ને પોતાની દુકાન આગળ કુંડલા ફરજિયાત દોરવા તેમજ દુકાન આગળ ભીડ ભાડ ના થાય સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવા તેમજ વાળંદની દુકાન પર ફરજિયાત સેનેટાઈઝર કરવું તેમજ ડિસ્પોઝલ મટિરિયલનો ઉપયોગ કરવો કડક સૂચના આપવામાં આવી હતી ધનવંતરી રથ દ્વારા વધુમાં વધુ ઉકાળાનું વિતરણ તથા માસ વિતરણ કરવા અને સેનેટાઈઝર ની કામગીરી સતત ચાલુ રાખી ગ્રુપમાં ફોટા મોકલવા આરોગ્ય વિભાગના કર્મચારીઓને સુચના આપવામાં આવી હતી તેમજ કન્ટેનમેન્ટ એરીયા અંગે સરકારશ્રીના સૂચના અનુસાર ઘર આવરી લેવા અને તે અંગે ગ્રામજનોએ આરોગ્ય કર્મચારીઓ ને ગ્રામ પંચાયત તેમજ વહીવટી તંત્રને સહકાર આપવા જાગૃતિ લાવવા અંગે સુચના આપવામાં આવી હતી

error: Content is protected !!